ભાજપ કાર્યાલય-પોસ્ટ ઓફિસમાં 20-25 રૂપિયામાં મળતા તિરંગાના રેલવે કર્મચારીઓના પગારમાંથી કપાશે 38 રૂપિયા - At This Time

ભાજપ કાર્યાલય-પોસ્ટ ઓફિસમાં 20-25 રૂપિયામાં મળતા તિરંગાના રેલવે કર્મચારીઓના પગારમાંથી કપાશે 38 રૂપિયા


- રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા તિરંગા બદલ કર્મચારીઓના પગારમાંથી 38 રૂપિયા કપાઈ જશેનવી દિલ્હી, તા. 07 ઓગષ્ટ 2022, રવિવારદેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો માહોલ છવાયો છે. ત્યારે 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રેલવેના કર્મચારીઓને જે ઝંડો આપવામાં આવશે તેની કિંમત તેમના પગારમાંથી જ વસૂલી લેવામાં આવશે. રેલવે દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા તિરંગા બદલ કર્મચારીઓના પગારમાંથી 38 રૂપિયા કપાઈ જશે. એક ખાનગી એજન્સી રેલવેને રાષ્ટ્રીય ધ્વજ એટલે કે તિરંગા પૂરા પાડશે જેની રેલવે દ્વારા વહેંચણી કરવામાં આવશે. તે ઝંડાની કિંમત 38 રૂપિયા રાખવામાં આવી છે. રેલવેના કર્મચારીઓએ તે તિરંગો રોકડા આપીને ખરીદવો નહીં પડે પરંતુ તેમના પગારમાંથી તે રકમ કપાઈ જશે. કર્મચારીઓનો વિરોધનોર્થ સેન્ટ્રલ રેલવે એમ્પ્લોઈઝ સંઘના સદસ્યોએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. મંડલ મંત્રી ચંદન સિંહના કહેવા પ્રમાણે આ ઝંડો કર્મચારીઓના લાભ કોષ એટલે કે, સ્ટાફ બેનિફિટ ફંડમાંથી ખરીદાવો જોઈએ અને તેની કિંમત કર્મચારીઓના પગારમાંથી ન કપાવી જોઈએ. ભાજપ કાર્યાલય ખાતે 20 રૂપિયા કિંમતરેલવે સીપીઆરઓ શિવમ શર્માએ જણાવ્યું કે, આદેશ પ્રમાણે કર્મચારીઓના પગારમાંથી ઝંડાના 38 રૂપિયા કાપી લેવામાં આવશે અને તેમને રેલવે તરફથી ઝંડા પૂરા પાડવામાં આવશે. આ ઝંડાની કિંમત ભાજપ કાર્યાલય ખાતે 20 રૂપિયા છે જ્યારે મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતેથી તે 25 રૂપિયામાં મળી રહે છે. સ્વયં સહાયતા સમૂહ પણ 20 રૂપિયામાં આ તિરંગા પૂરા પાડી રહ્યું છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.