થાનના અમરાપરમાં લાગેલી આગ 18 કલાકે પણ કાબૂમાં નથી આવી - At This Time

થાનના અમરાપરમાં લાગેલી આગ 18 કલાકે પણ કાબૂમાં નથી આવી


- ભંગારના ડેલામાં મધરાતે એકાએક ભીષણ આગ  ફાટી નીકળી હતી- સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, હળવદ, રાજકોટથી  ફાયર ફાઈટરો દોડયા : પાંચ મકાનોને નુકશાનસુરેન્દ્રનગર : થાનગઢ ખાતે અમરાપર વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાં લાગેલી ભીષણ આગ અઢાર કલાક પછી પણ કાબુમાં આવેલ ન હોવાનું જાણવા મળે છે. ડેલાની આજુબાજુના પોચા મકાનોને પણ નુકશાન થયુ છે. સુરેન્દ્રનગર, રાજકોટ, ધ્રાંગધ્રા, હળવદના ફાયર ફાયટરો આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. ભંગારના ડેલામાં પડેલો સામાન બળીને ખાખ થઈ ગયેલ હોવાનું જાણવા મળે  છે. આ અંગે જાણવા મળતી િવગત એવી છેકે, થાનગઢના િંવસ્તારમાં આવેલા એક ભંગારના ડેલામાં શુક્રવારે રાત્રે બાર વાગ્યાના સુમારે અચાનક આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે થાન નગરલીકાના ફાયર વિભાગને જાણ કરાઈ ત્યારે ફાયર ફાયટરના વાહનમાં ડીઝલ ન હોવાથી ઘટનાસ્થળે વિલંબથી પહોચ્યા હતા. ત્યાં સુધીમાં આગ એટલી ફેલાઈ ગઈ હતીકે, સુરેન્દ્રનગર, રાજકોટ, હળવદ અને ધ્રાંગધ્રાથી ફાયર ફાયટરો બોલાવવા પડયા હ તા. ફાયર ફાયટરોએ કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ કાબુમાં આવી નથી. આ લખાય છે ત્યારે શનિવારે સાંજે પાંચ વાગે આગને કાબુમાં ફાયર ફાયટરો સાથે ફાયરના જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ જાણવા મળતી વિગત એવી છેકે, ભંગારના જે ડેલામાં આગ લાગી છે. તેની દિવાલ ઘસી પડતા આજુબાજુના પાંચ મકાનોને પણ નુકશાન થયેલ છે. બનાવના સ્થળે લોકોના ટોળા ભેગા થતા થાન પોલીસે પણ ઘટનાસ્થળે દોડી ગઈ છે. આગનો આ બનાવ સમગ્ર થાનમાં ચર્ચાનો વિષય બની ગયેલ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.