અંજારની ટ્રેઝરી ઓફિસમાંથી આરટીઓને થયેલ ૨૩.૫૬ લાખની રોકડ પેટીમાંથી ગાયબ
ભુજ,શુક્રવારકચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયાથી ફરી તસ્કરો સક્રિય બન્યા હોય તેમ રહેણાંક અને મંદિર ચોરીના બનાવોને અંજામ આપવામાં આવી રહ્યા છે. દરમિયાન, અંજાર ખાતે ટ્રેઝરી ઓફિસમાં રાખવામાં આવેલી અંજાર આરટીઓની પેટીમાંથી ૨૩.૫૬ લાખની રોકડ ચોરાઈ જતા દોડાધામ મચી છે. ગત રોજ ગુરૃવારે સાંજે પાંચ વાગ્યે પેટીને તાળા મારીને ટ્રેઝરી ઓફિસમાં મુકવામાં આવી હતી દરમિયાન આજે પેટીને લેવા ગયા ત્યારે પેટી ખાલી દેખાઈ હતી. આ બનાવની જાણ થતા જ આરટીઓ, ટ્રેઝરીના અિધકારીઓમાં દોડાધામ મચી ગઈ હતી. અંજાર આરટીઓ ઓફિસ ખાતે પ્રતિદીન જે આવક થવા પામે છે તે સાંજે અંજાર ટ્રેઝરી ઓફિસમાં જમા કરાવાય છે. ત્યારબાદ સવારે તે પેટીમાંથી રૃપિયા લઈ બેંકમાં જમા કરાવાય છે. આવી જ રીતે ગુરૃવારે અંજાર આરટીઓ ઓફિસ ખાતે રૃ. ૨૩,૫૬,૯૨૫ રોકડ જે આવક થઈ હતી તે પેટીમાં મુકીને ટ્રેઝરી ઓફિસમાં મુકાઈ હતી. આજે સવારે શુક્રવારે પેટી લેવા જતા પેટીને તાળા દેખાયા ન હતા અને પેટીમાંથી રોકડ ગાયબ હતી. આમ, ૨૩ લાખની જંગી રકમ આરટીઓની પેટીમાંથી ચોરી થઈ જવાના બનાવના પગલે દોડાધામ મચી છે. મળતી માહિતી અનુસાર, અંજારની આરટીઓ કચેરીમાં ગુરૃવારે સાંજે ૫ વાગ્યા સુાધીમાં ૨૩,૫૬,૯૨૫ ની જે આવક થઈ હતી તેનો હિસાબ કરીને બાદમાં પેટીમાં મુકવામાં આવ્યા બાદ તાળા મારીને ટ્રેઝરી ઓફિસમાં રાખવામાં આવી હતી. જે દૈનિક મુજબ હતુ. પરંતુ આજે સવારે જયારે આરટીઓના કર્મચારીઓ ટ્રેઝરી ઓફિસમાં પેટી લેવા ગયા ત્યારે પેટીને તાળા લાગેલા જોવા મળ્યા ન હતા. પેટીમાં રહેલ રોકડ રકમ ગાયબ હતી અને વજનદાર તાળા પણ ગાયબ હતા. આ ચોરીના પગલે અફરાતફડી મચી હતી. આરટીઓના કર્મચારીઓએ આ અંગે મુખ્ય અિધકારી સી.ડી.પટેલને જાણ કરતા તેઓ અંજાર ધસી ગયા હતા. ગઈ કાલ સાંજ સુાધીમાં આજે સવાર સુાધીમાં ચોરીના આ બનાવ બન્યો હોવાની આશંકા છે. બનાવ અંગે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.