વીજ કડાકા સાથે વરસાદ, રામોલમાં બે, સરખેજમાં સવા ઈંચ ઉપરાંત વરસાદ વરસતા પાણી ભરાયાં - At This Time

વીજ કડાકા સાથે વરસાદ, રામોલમાં બે, સરખેજમાં સવા ઈંચ ઉપરાંત વરસાદ વરસતા પાણી ભરાયાં


        અમદાવાદ,ગુરુવાર,4 ઓગસ્ટ, 2022અમદાવાદ શહેરમાં ગુરુવારે સવારના સુમારે વાતાવરણમાં આવેલા
અચાનક પલટાની સાથે અનેક વિસ્તારમાં ગાજવીજ અને વીજ કડાકા સાથે વરસાદ વરસ્યો
હતો.સવારના સમયે ૧૧થી ૧૨ના એક કલાકનાં સમયમાં રામોલમાં બે, સરખેજ વિસ્તારમાં
સવા ઈંચ ઉપરાંત વરસાદ પડતા નિચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.અમદાવાદમાં ગુરુવાર સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.બપોરના
૧૧ના સુમારે એકાએક નરોડા ઉપરાંત વસ્ત્રાલ,મણીનગર, મકરબા ઉપરાંત
પ્રહલાદનગર, વટવા
તેમજ ઈસનપુર અને નારોલ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરુ થતાં
નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા વરસાદી પાણી નહીં ભરાય એવી મ્યુનિસિપલ
તંત્રની ગુલબાંગ પોકળ પુરવાર થવા પામી હતી.

મણિનગરના ભૈરવનાથ રોડ 
ઉપર આવેલા મિલ્લતનગર આગળ વરસાદી પાણી ભરાયા હતા.રામબાગ વિસ્તારમાં આવેલી
સોસાયટી પાસે પણ વરસાદી પાણી ભરાયા હતા.સવારે ૧૧થી ૧૨ના એક કલાકનાં સમયમાં રામોલ
વિસ્તારમાં ૪૩ મિલીમીટર, સરખેજમાં
૩૩ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.ઉપરાંત મકતમપુરામાં ૨૩ મિલીમીટર, મણિનગરમાં ૧૬
મિલીમીટર અને વટવામાં ૧૭મિલીમીટર વરસાદ પડયો હતો. જોધપુર વિસ્તારમાં ૮ મિલીમીટર
વરસાદ વરસ્યો હતો.સવારે છથી બપોરનાં બાર સુધીમાં રામોલ વિસ્તારમાં ૫૨ મિલીમીટર,સરખેજ અને
મકતમપુરા વિસ્તારમાં અનુક્રમે ૩૩ મિલીમીટર વરસાદ સાથે શહેરમાં સરેરાશ ૬.૪૨
મિલીમીટર વરસાદ સાથે મોસમનો અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ ૭૧૨ મિલીમીટર એટલે કે ૨૮
ઈંચ વરસાદ થવા પામ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.