બાલાસિનોર જેઠોલીના સરપંચ સામે વિકાસ કામોમાં ગેરરિતી કર્યાનો પુવૅ સરપંચ નો. આક્ષેપ - At This Time

બાલાસિનોર જેઠોલીના સરપંચ સામે વિકાસ કામોમાં ગેરરિતી કર્યાનો પુવૅ સરપંચ નો. આક્ષેપ


પૂર્વ સરપંચ દ્વારા ડીડીઓને અરજી કરી તપાસની માગ કરાઇ

બાલાસિનોરના જેઠોલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દ્વારા વિકાસના કામોમાં ગેરરીતિ કરવા બાબતે ગામના વર્તમાન સરપંચ દિપક પંચાલ દ્વારા મહિસાગરના ડીડીઓને અરજી કરી હતી. જેમાં પૂર્વ સરપંચ જાલુભાઈ વાઘભાઈ દ્વારા વર્ષ 2018 થી કોઈ પણ પ્રકારના ઠરાવો ઠરાવ બુકમાં ન લખવાને તથા રોજમેળમાં સહીઓ ન કરવા બાબતે તલાટીને જાણ કરવામાં આવી હતી.
આ બાબતે તલાટીએ જણાવ્યું હતું કે આ પ્રકારના કોઇ ઠરાવો પંચાયતમાં લખવામાં આવતા નથી. તથા તલાટીએ પોતાની મરજી પ્રમાણે પાછલા બે વર્ષના ઠરાવો જાતે લખ્યા હતા. તેમજ વિવિધ કામો શૌચાલય, આવાસ યોજના, મનરેગા યોજના તેમજ સિંચાઇને લગતા તમામ કામોમાં ગેરરીતિ કરીને કૌભાંડ કરવા બાબતે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથની અરજી કરવામાં આવી હતી. તથા સરપંચ જાલુભાઈ ચૌહાણ દ્વારા આવાસ શૌચાલય મંજુર કરાવવા માટે રૂ.500 થી રૂ.2000 વહીવટદાર રંગીતસિંહ ચૌહાણ દ્વારા ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપો પણ સરપંચ દ્વારા કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.