બાલાસિનોર તાલુકાનો વણાકબોરીડેમ 220.50 સપાટી ઓવરફ્લો..ને આરે - At This Time

બાલાસિનોર તાલુકાનો વણાકબોરીડેમ 220.50 સપાટી ઓવરફ્લો..ને આરે


સપાટી 220. 50 ફૂટ થઈ 5500 ક્યુસેક નવા પાણીની આવક

ચરોતરની 2 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઇનું પાણી પુરૂ પાડતો વણાંકબોરી ડેમ ચરોતર માટે જીવાદોરી સમાન છે. ઉપરવાસમાંથી સતત થઈ રહેલ પાણીની આવકને કારણે આગામી થોડા દિવસોમાં તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમનું હાલનું લેવલ 220. 50 ફૂટ છે જ્યારે ડેમ 220, 80 ફૂટની સપાટીએ ઓવરફ્લો થાય છે. ડેમ ઓવરફ્લો થાય તો ધરતીપુત્રોમાં ખુશી છવાઈ જાય. હાલ કડાણા ડેમમાંથી 5500 ક્યુસેક પાણીની આવક છે જેમાં 4850 ક્યુસેક પાણી કેનાલમાં અને 300 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં જાય છે બીજું ડેમમાં સ્ટોરેજ માટે રખાય છે. કડાણા ડેમ તેની સપાટીની ઉપર જાય અને વધારે પાણી વણાકબોરી ડેમમાં આવે તો ડેમ ઓવરફ્લો થાય તેમ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.