ચીન સરહદે ભારત-અમેરિકા સંયુક્ત લશ્કરી કવાયત કરશે - At This Time

ચીન સરહદે ભારત-અમેરિકા સંયુક્ત લશ્કરી કવાયત કરશે


ભારત-અમેરિકાના સૈન્ય વચ્ચે એલએસી સરહદે સંયુક્ત લશ્કરી કવાયત થશે. ઉત્તરાખંડના ઓલીમાં આગામી ૧૪થી ૩૧મી ઓક્ટોબર દરમિયાન બંને દેશોનું લશ્કર એકતાનો પરિચય આપીને યુદ્ધાભ્યાસ કરશે.સંરક્ષણ મંત્રાલયના સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારત-અમેરિકાના સૈન્ય વચ્ચે આગામી ૧૪મીથી ૩૧મી ઓક્ટોબર દરમિયાન એલએસી સરહદે યુદ્ધાભ્યાસ થશે. ભારત-ચીન વચ્ચે અને અમેરિકા-ચીન વચ્ચે વિવિધ મુદ્દે સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારત-ચીન વચ્ચે લદાખ સરહદનો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે અમેરિકા-ચીન વચ્ચે તાઈવાન સહિતના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એવા સમયે ભારત-અમેરિકા ચીનની સરહદે લશ્કરી કવાયત હાથ ધરીને બંને દેશોના સહયોગનો પરિચય આપશે.ભારત-અમેરિકા વચ્ચે ૧૮મી વખત લશ્કરી કવાયત થશે. અગાઉ બંને દેશોના સૈન્ય વચ્ચે ૧૭ વખત લશ્કરી કવાયત થઈ ચૂકી છે. દર વર્ષે એક વખત બંને દેશોનું સૈન્ય સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરે છે. ગયા વર્ષે અમેરિકાના અલાસ્કામાં યુદ્ધાભ્યાસ થયો હતો. આ વર્ષે ભારતમાં યુદ્ધાભ્યાસ થશે. ઉત્તરાખંડ ઓલીમાં થઈ રહેલી આ સંયુક્ત લશ્કરી કવાયત મહત્વની સાબિત થશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેટલાક ચીની સૈનિકો એ વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. એ પછી થોડા સમયમાં પાછા ફરી ગયા હતા. એ વિસ્તારમાં ચીનની ઘૂસણખોરી અને હાજરી વધતા લશ્કરી કવાયત માટે એ વિસ્તારને પસંદ કરાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.