ગુજરાતમાં 9.31 લાખ રખડતા કુતરા, જાણો અન્ય રાજ્યોના આંકડા
નવી દિલ્હી,તા.4 ઓગસ્ટ 2022,ગુરૂવારભારતમાં લોકો જે સમસ્યાઓથી પરેશાન છે તેમાં રખડતા કૂતરાઓની સમસ્યાનો પણ સમાવેશ થાય છે.સરકારના પશુપાલન મંત્રાલય દ્વારા દે્શમાં રખડતા કૂતરાઓએટલે કે સ્ટ્રીટ ડોગ્સની 2019માં કરાયેલી ગણતરી બાદ રાજ્ય પ્રમાણે સંખ્યા જાહેર કરાઈ છે. દેશમાં કુલ 1.93 કરોડ રખડતા કુતરા છે.જેમાં સૌથી વધારે રખડતા કૂતરાઓ યુપીમાં છે. જ્યારે ગુજરાતમાં કુતરાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં કુતરાઓની સંખ્યા 2012માં 8.46 લાખ હતી. જે 2019ની ગણતરીમાં વધીને 9.31 લાખ પર પહોંચી છે.રાજ્ય પ્રમાણે રખડતા કૂતરાઓની સંખ્યા નીચે મુજબ છે.
રાજ્ય
કુતરાઓની
સંખ્યા
યુપી
20.59 લાખ
ઓરિસ્સા
17.34 લાખ
મહારાષ્ટ્ર
12.76 લાખ
રાજસ્થાન
12.75 લાખ
કર્ણાટક
11.41 લાખ
હરિયાણા
4.64 લાખ
મધ્યપ્રદેશ
10.09 લાખ
ગુજરાત
8.46 લાખ
દિલ્હી
60000કયા રાજ્યમાં રખડતા કૂતરા નથી- દાદરા નગર હવેલી- લક્ષદ્વીપ-મણિપુર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.