અમદાવાદથી ચંદીગઢ જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટને બર્ડ હિટ નડ્યુ
-બર્ડ હિટની ઘટના બન્યા બાદ આ ફ્લાઇટને અમદાવાદ તરફ વાળવામાં આવીઅમદાવાદ, તા. 4 ઓગસ્ટ 2022, ગુરુવારઆજકાલ વિમાન દુર્ઘટનાઓ અવારનવાર સાંભળવા મળતી હોય છે, ત્યારે એવી જ એક ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી ચંદીગઢ જઈ રહેલી ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું હતું. આ પછી ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને ડીજીસીએ જણાવ્યુ કે, 4 ઓગસ્ટના ગો ફર્સ્ટ ફ્લાઈટે અમદાવાદથી ચંદીગઢ માટે ઉડાન ભરી હતી. તેમાં બર્ડ હિટની ઘટના બન્યા બાદ આ ફ્લાઇટને અમદાવાદ તરફ વાળવામાં આવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. આ પહેલાં પણ બની ચૂકી છે આ ઘટનાઓઅગાઉ, દિલ્હી-ગુવાહાટી ગો ફર્સ્ટને ગયા મહિને જયપુર તરફ વાળવામાં આવી હતી જ્યારે હવામાં વિમાનની વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી. સતત વધી રહી છે ઘટનાઓ સરકારી ડેટા મુજબ, ગયા વર્ષે 1 જુલાઈ, 2021 અને 30 જૂન, 2022ની વચ્ચે વિમાનોમાં કુલ 478 તકનીકી ખામી સંબંધિત ઘટનાઓ નોંધાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.