પાંચ સુમન શાળા માટે 68 શિક્ષકો સહિત 88 સ્ટાફની ભરતી કરાશે - At This Time

પાંચ સુમન શાળા માટે 68 શિક્ષકો સહિત 88 સ્ટાફની ભરતી કરાશે


સુરત,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારસુરત મહાનગરપાલિકા સંચાલિત પાંચ સુમન સ્કૂલ શરૂ કર્યા  બાદ તેમાં શિક્ષકો સહિતના 88 કર્મચારીઓના સ્ટાફની ભરતી માટે કવાયત શરૂ થઈ છે. આગામી સ્થાયી સમિતિની બેઠકમાં  કર્મચારીઓની ભરતી માટે નિર્ણય કરવામા આવશે. સુરત મહાનગર પાલિકા દ્વારા જ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને નિઃશુલ્ક માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટે સુમન શાળા શરૂ કરી છે. હાલની  સ્થિતિમાં  સુમન સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે તેથી શાળાની સંખ્યામાં વધારો કરાતા હવે શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી રહી છે.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા બોર્ડ સમક્ષ શહેરમાં બે ગુજરાતી માધ્યમ અને ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા અંગે મંજૂરી માંગવામાં આવી હતી. જે સંદર્ભે પ્રોવિઝનલ મંજૂરી મળી ગઈ છે. આ શાળામાં ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખીને આચાર્ય-શિક્ષકો સહિત બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે,  સુમન હાઈસ્કૂલ શાળા નં.19થી 24માં એક-એક આચાર્ય મળી કુલ્લે પાંચ આચાર્ય, ગુજરાતી માધ્યમના 36 આસી. ટીચર અને અંગ્રેજી માધ્યમના 27 આસી. ટીચર તથા 10 બીજી અને ત્રીજી શ્રેણી ક્લાર્ક સહિત 10 પટાવાળા મળી કુલ્લે 88 જગ્યાઓ પર ભરતી માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે. આગામી દિવોસમાં સ્થાયી સમિતિની બેઠકમાં તેનો નિર્ણય કરાશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.