વડોદરા: કપાતમાં મળતી જમીનમાં બીજા હક્કમાં કોર્પોરેશનનું નામ નોંધાવવા કમિશનર શાલીની અગ્રવાલની સૂચના
વડોદરા,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને નોન ટીપી વિસ્તારમાં પ્લોટ વેલીડેશન કર્યા બાદ જે જમીન કોર્પોરેશનને પ્રાપ્ત થાય છે તેની કોઈ જાળવણી નહીં થતાં માલિકી હકના અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે જે બાબતને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ એ પરિપત્ર જારી કરી પ્લોટ વેલીડેશન કર્યા બાદ બીજા હકમાં વડોદરા કોર્પોરેશનનું નામ જમીન રેકોર્ડમાં કે પ્રોપર્ટી કાર્ડમાં દાખલ કરવાની કાર્યવાહી કરવાની રહેશે તેવી સૂચના આપી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ શાખાને લગતી કામગીરીના સ૨ળીકરણ માટે મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપતા પરિપત્રમાં જણાવ્યું છે કે, જી.ડી.સી.આ૨. ૧૭ કલોઝ નં.૬.૧૭.૪ હેઠળ કામગી૨ી કામગીરી કરવામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.કોર્પોરેશનના વિવિધ વિસ્તારમાં નોન ટી.પી.વિસ્તા૨માં નિયમોનુસા૨ ખાનગી માલિકીની જગ્યામાંથી ૨૦ ટકાથી ૪૦ ટકા જમીન કપાત કરી બાકીની જગ્યામાં વિકાસ પરવાનગી આપવામાં આવે છે. કપાત થતી જમીન કોર્પોરેશન માટે ભવિષ્યમાં સુચિત ટી.પી. સ્કીમ માટે અનામત રાખવામાં આવે છે. જેથી આવી જમીન વિકાસ પરવાનગી બાદ રેવન્યુ રાહે અન્ય કોઇ વ્યકિત/સંસ્થાને તબદીલ થાય નહિ તે હેતુથી આવી કપાત થયેલી જમીનના રેકર્ડમાં ૭/૧૨ તથા પ્રોપર્ટીકાર્ડમાં વડોદ૨ા મહાનગ૨ પાલિકાનું નામ બીજા હકકમાં દાખલ કરવા કાર્યવાહી ક૨વાની રહેશે. કામગીરી માટે સીધી જવાબદારી જમીન મિલકત અમલદાર (સંપાદન)ની રહેશે તથા સંધિત કાર્યવાહી માટે નિયત ૨જીસ્ટ૨ નિભાવવાનું રહેશે અને તેની ચકાસણી કરી આવી જમીનમાં બીજા હકકમાં નોંધ પડેલ છે તે નિશ્ચત કરવાનું રહેશે. આ બાબત માટે ખાતાધિકારીએ દક્ષતા રાખી ચકાસણી ક૨વાની ૨હેશે. આવા પ્લોટ વેલીડેશન થયેલા પ્લોટનું રજીસ્ટર બનાવી તેમાં ૭/૧૨ના બીજા હકકમાં તથા પ્રોપર્ટીકાર્ડમાં નામ દાખલ થયાની વિગત તથા તેનો રેકર્ડ અને તેની નિભાવણી જમીન મિલકત અમલદા૨ (સંપાદન), સીની. આર્કીટેકટ તથા જુની. આર્કીટેકટ ધ્વારા સંયુક્ત કામગીરી ક૨વાની ૨હેશે.રૂ. 477 કરોડની પાંચ લાખ ચો. મી. જમીન પ્લોટ વેલીડેશન બાદ મળીવડોદરા કોર્પોરેશનના હદ વિસ્તારમાં નોન ટીપી વિસ્તારમાં પ્લોટ વેલીડેશનની પ્રક્રિયા કર્યા બાદ જમીન કપાતમાંથી ૧૨૬ જગ્યાઓએ પ્લોટ પ્રાપ્ત થયા છે. જી ડી સી આર ના નિયમ મુજબ ૨૦%થી ૪૦% જમીન કપાત કરી બાકીની જમીન ખાનગી માલિકીને આપવમાં આવે છે, જે મુજબ ખાનગી માલિકીની અંદાજીત જમીન ૫,૦૦,૪૬૯ ચો.મી. પાલિકાને પ્રાપ્ત થઈ છે. જેની અંદાજીત કિંમત જંત્રી મુજબ રૂ.૨૨૯ કરોડ તેમજ માર્કેટ ભાવ મુજબ રૂ ૪૭૭ કરોડ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.