SSC કૌભાંડમાં EDએ જપ્ત કરી અર્પિતા મુખર્જીની 31 LIC પોલીસીમાં નોમિની છે પાર્થ ચેટર્જી
નવી દિલ્હી, તા. 4 ઓગસ્ટ 2022,ગુરુવારપશ્ચિમ બંગાળના કથિત SSC કૌભાંડમાં નવી માહિતી સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે કોર્ટને જણાવ્યું કે, અર્પિતા મુખર્જીના નામે 31 જીવન વીમા પોલિસી છે, જે જપ્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આ પોલિસીઓમાં પાર્થ ચેટરજીને નોમિની બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીને ભાગીદારી પેઢીના દસ્તાવેજો પણ મળ્યા છે.કોલકાતાની વિશેષ અદાલતે ચેટર્જી અને મુખર્જીને 5 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે.EDના રિમાન્ડની માંગણી કરતી કોપીમાં જણાવવામાં આવ્યુ છે કે, પાર્થ ચેટર્જી અને અર્પિતા કેવા પ્રકારની મિલીભગત સાથે કામ કરતા હતા.જો કે, આ કેસમાં આ પહેલીવાર હતું જ્યારે કેન્દ્રીય એજન્સીએ કોર્ટ સમક્ષ બંને વચ્ચે સીધો સંબંધ દર્શાવ્યો હતો. EDના રિપોર્ટમાં બોલપુરમાં એક સંયુકત સંપત્તિના હસ્તાંતરણનો પણ ઉલ્લેખ છે. EDએ અહીંથી 27.9 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. EDના સૂત્રોએ જણાવ્યું કે, અર્પિતાના બે ફ્લેટમાંથી અત્યાર સુધીમાં 49.8 કરોડ રૂપિયા રોકડા અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ બે ફ્લેટ, એક ટોલીગંજ નજીક ડાયમંડ સિટી સાઉથમાં અને બીજો બેલઘારિયામાં ક્લબ ટાઉન હાઇટ્સમાં છે. બંને અર્પિતા મુખર્જીના નામે નોંધાયેલા હતા.પાર્થ ચેટર્જી સહકાર આપી રહ્યા નથીપાર્થ ચેટર્જી તપાસમાં સહકાર નથી આપી રહ્યા અને મોટાભાગના પ્રશ્નોના જવાબમાં મૌન રહે છે. બીજી તરફ પાર્થ ચેટર્જીનું કહેવું છે કે તેને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.