વડોદરા: ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ એસેસમેન્ટ ફ્રેમ વર્ક પ્રોજેક્ટ માટે બે સમિતિની રચના: એક્શન પ્લાન તૈયાર કરશે
વડોદરા,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારસ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરમાં ક્લાઈમેટ સ્માર્ટસિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક અને “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લોકાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા ફેઝ 2 પ્રોજેક્ટ માટે મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ એ બે અલગ સમિતિ ની રચના કરી છે. આ કમિટી પર્યાવરણને ધ્યાનમાં રાખી એક્શન પ્લાન તૈયાર કરશેમિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ તરફથી મળેલી વિગતવાર ભલામણો અનુસાર NIUA દ્વારા કરાયેલ ક્લાઈમેટ સ્માર્ટસિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક અને “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લોકાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કપેસીટીસ ” ફેઝ 2 પ્રોજેક્ટ માટે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વડોદરા ક્લાઈમેટ સ્ટેકહોલ્ડર કમિટી' અને 'વડોદરા ક્લાઈમેટ કોર ટીમ'ની રચના કરવામાં આવી છે. આ સ્ટેક હોલ્ડર કમિટીમાં સ્માર્ટ સીટી બોર્ડ ટીમ, કોર્પોરેશનના સંલગ્ન ખાતાના અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સિવિલ સોસાયટી, એન.જી.ઓ., અર્ધ સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ડાયરેકટર- ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી અને રાજ્ય સરકાર વતી ક્લાઈમેટ ચેન્જ વિભાગના ડે. સેક્રેટરી તેમજ ટેકનિકલ સલાહકાર પણ સ્ટેક હોલ્ડર કમિટીના મેમ્બર છે. તેમજ ક્લાઈમેટ કોર ટીમ કમિટીમાં પાલિકાના સંલગ્ન ખાતાના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. બંને કમિટી, ક્લાઈમેટ સ્માર્ટસિટીઝ એસેસમેન્ટ ફ્રેમવર્ક (CSCAF) તથા “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટઈન ઇન્ડિયા (કેપેસીટીસ- CapaCITIES)” પ્રોજેક્ટ એક્ટીવીટીઓના સફળ અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. કમિટી 'સ્માર્ટસિટીઝ, સ્માર્ટઅર્બનાઇઝેશન' કોન્ફરન્સ ૨૦૨૨, સુરત ખાતે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલ શહેરી આઉટ કમસ ફ્રેમવર્ક માટે પણ કામ કરશે.ક્લાયમેટ ચેન્જએકશન ( 2.0)ની કામગીરીમાં શહેરને ૪ સ્ટાર રેન્કીંગ પ્રાપ્ત થયેલ છે, તેમજ આગામી સમયમાં વડોદરાના રેન્કીગમાં નોંધપાત્ર સુધારો થાય એ દિશામાં પ્લાનિંગ કરવામાં આવનાર છે. હાલમાં, શહેરની પ્રથમ ગ્રીનહાઉસ ગેસ એમીશનઇન્વેન્ટરી અને સીમ્પ્લીફાઇડ કલાયમેટ એકશનપ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. કલાયમેટ રેસીલયન્ટ સીટી એકશનપ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના થકી કલાયમેટચેન્જથી થનાર વિવિધ ફેરફારોની સામે જરૂરી અસરકારક પગલાઓ ભરવામાં મદદરૂપ સાબિત થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.