'રાહુલ ગાંધી PM બનશે': આ મહંતે કરી ભવિષ્યવાણી - At This Time

‘રાહુલ ગાંધી PM બનશે’: આ મહંતે કરી ભવિષ્યવાણી


- વિવિધ મઠોના મહંતોની સલાહ લીધા બાદ મુરુગા મઠના મહંત શિવમૂર્તિ મુરુગા શરણે રાહુલ ગાંધીને લિંગાયત સંપ્રદાયની દીક્ષા આપીનવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2022, ગુરૂવારકર્ણાટકની મુલાકાતે પહોંચેલા રાહુલ ગાંધીને લઈને લિંગાયત મઠના એક મહંતે ભવિષ્યવાણી કરી છે કે, તેઓ ભારતના વડાપ્રધાન બનશે. જો કે, ત્યારબાદ તરત જ મઠના મુખ્ય મહંતે તેમા હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, આ કહેવા માટે આ યોગ્ય સ્થાન નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હાલમાં કર્ણાટકની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે પાર્ટી નેતાઓ ડીકે શિવકુમાર અને કેસી વેણુ ગોપાલની સાથે ચિત્રદુર્ગમાં શ્રી મુરુગા મઠની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે મુરુગા મઠના મહંત પાસેથી લિંગાયત સંપ્રદાયની દીક્ષા લીધી હતી. આ દરમિયાન મહંત હાવેરી હોસામુત્ત સ્વામીએ સંબોધનમાં કહ્યું કે, રાહુલ ગાંધી વડા પ્રધાન બનશે. હોસામુત્ત સ્વામીએ રાહુલના દાદી અને પિતાનો ઉલ્લેખ કર્યો હતો. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ પીએમ બની ચૂક્યા છે. મહંતે કહ્યું કે, ઈન્દિરા ગાંધીજી વડા પ્રધાન હતા તથા રાજીવ ગાંધી પણ વડા પ્રધાન હતા અને હવે રાહુલ ગાંધીને લિંગાયત સંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવી છે હવે તે પણ પીએમ બનશે.આ અવસર પર કોંગ્રેસના અનેક નેતા પણ હાજર રહ્યા હતા. વિવિધ મઠોના મહંતોની સલાહ લીધા બાદ મુરુગા મઠના મહંત શિવમૂર્તિ મુરુગા શરણે રાહુલ ગાંધીને લિંગાયત સંપ્રદાયની દીક્ષા આપી. ત્યારબાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, આ સમ્માનની વાત છે કે, શ્રી જગદગુરૂ મુરુગારાજેન્દ્ર વિદ્યાપીઠની મુલાકાત કરી અને ડૉ. શ્રી શિવમૂર્તિ મુરુગા શરણનારુ પાસેથી "ઈષ્ટલિંગ દીક્ષા" લીધી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.