જામનગરમાં ડાયમંડ માર્કેટના બીજા માળે આવેલી એક હોટલના કાઉન્ટરમાંથી રોકડ રકમની ઉઠાંતરી
- લાલપુર પંથકમાં વીજ તંત્રના ટ્રાન્સફોર્મરમાંથી રૂપિયા અડધા લાખની કિંમતના ઓઇલની ચોરી થયાની ફરિયાદજામનગર,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવારજામનગરમાં અંબર સિનેમા રોડ પર ડાયમંડ માર્કેટમાં આવેલી એક હોટલના ટેબલના કાઉન્ટરમાંથી રોકડ રકમ ની છોરી થઈ ગયા ની ફરિયાદ થઈ છે, જ્યારે લાલપુર પંથકમાંથી વીજ તંત્રના ટ્રાન્સફર માંથી અંદાજે ૫૨૦ લીટર ઓઇલની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં અંબર સિનેમા રોડ પર ડાયમંડ માર્કેટમાં બીજા માળે આવેલી નવાનગર રેસીડેન્સી હોટલના ટેબલના ખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા ૨૬,૪૮૦ ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જે ચોરીના બનાવ અંગે હોટલ સંચાલક કિશોરભાઈ પોલાભાઈ એ સીટી બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત લાલપુર પંથકમાં પણ તસ્કરોના પરોણા થયા છે, અને જુદા જુદા ખેડૂતોની વાડીમાં લગાવવામાં આવેલા ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મર માંથી અંદાજે ૪૬,૮૨૦ ની કિંમતનું ૫૨૦ લિટર ઓઇલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાનું જાણવા મળ્યું હતું. જે મામલે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા પછી લાલપુરની પોલીસ ટુકડી દોડતી થઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.