શહેરના સિંધુનગરના મુખ્ય રોડના પ્રશ્ને નગરસેવકે ઉધ્ધતાઈ ભર્યા જવાબ આપ્યા - At This Time

શહેરના સિંધુનગરના મુખ્ય રોડના પ્રશ્ને નગરસેવકે ઉધ્ધતાઈ ભર્યા જવાબ આપ્યા


- ડ્રેનેજ લાઈન નાખવા રોડ ખોદી નાખતા લોકોની મૂશ્કેલી વધી - રોડના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા નહી લેવાય તો વિધાનસભામાં ઘેરા પ્રત્યાઘાત પડશે તેવી ચીમકી અપાઈ : વરસાદના કારણે કાદવ-કીચડ ભાવનગર : ભાવનગર શહેરના સિંધુનગરનો મુખ્ય રોડ ખખડધજ હાલતમાં છે તેમ છતા રોડ બનાવવામાં આવતો નથી તેથી સ્થાનીક રહીશોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. આ રોડના કારણે લોકોને મૂશ્કેલી પડતી હોય રોડ તત્કાલ બનાવવા માંગણી ઉઠી છે. નગરસેવકે રોડના પ્રશ્ને ઉધ્ધતાઈ ભર્યા જવાબ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  ભાવનગર શહેરના સંત વાસુરામ આશ્રમથી કૃષ્ણનગર જુનુ રેલ્વે સ્ટેશન સુધી તાજેતરમાં ભાવનગર મહાપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઈખ નાખતા આ રસ્તો કે જે સિંધુનગરનો મુખ્ય રસ્તો છે. આ રોડ આખો ખોદી નાખેલ છે. આ રોડ ઉપર સિંધુનગરની મુખ્ય બજાર આવેલ હોય અને પ થી ૭ મંદિરો આવેલા છે. વરસાદના પગલે આ રોડ પર કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે. ખાડાઓના કારણે વૃધ્ધો બાળકો, બહેનોને ચાલવામાં તેમજ વાહન ચલાવવામાં ખુબ જ મૂશ્કેલી પડી રહી છે. આ રોડ હાલ બિસ્માર થઈ ગયો છે તેથી સ્થાનીક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રોડના પ્રશ્ને વારંવાર મહાપાલિકાને રજુઆત કરવામાં આવી છે પરંતુ કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. આ બાબતે આ વિસ્તારના નગરસેવક કિશોર ગુરૂમુખાણીને પણ રજુઆત કરી હતી પરંતુ તેઓ કોઈ જવાબ દેતા નથી. જ્યાં રજુઆત કરવી હોય ત્યાં કરો, મુખ્યમંત્રી અને પાટીલ પણને રજુઆત કરશો તો પણ કંઈ ફેર નહી પડે તેવા ઉધ્ધતાઈ ભર્યા જવાબ નગરસેવક આપી રહ્યા છે. નગરસેવકો કામ કરતા નથી તેથી સિંધી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આના ઘેરા પ્રત્યાઘાત પડશે તેવી ચીમકી આપી છે. આ રોડના કારણે લોકોને પરેશાની થઈ રહી હોય તત્કાલ રોડ બનાવવા સિંધુનગરના પૂજ પીરગોઠાઈ સિંધી પંચાયતના ઉપપ્રમુખે તાજેતરમાં મનપાના કમિશનર, મુખ્યમંત્રી સહિતને લેખીત રજુઆત કરી છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.