રાજુલામાં ગટરકામમાં ભ્રષ્ટાચારને લઈ સરકારી ડિપાર્ટમેન્ટને નોટીસ ફટકાઈ
- સરકારે ફાળવેલ કરોડો રૂપિયા ગટરના પાણીમાં ડુબ્યા, ગાંધીનગરમાં ઘા નખાયો- નાયબ કલેક્ટર, નાયબ કાર્યપાલક ઈજનેરના આવાસ સુધી ગટરના પાણી ધુસ્યા, ગટરનું કામ અટકાવી દેવાયુંરાજુલા : રાજુલા શહેરમાં ચાલતા ગટરના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ સાથે બે વકિલોએ ગાંધીનગર ઉચ્ચ ખાતાઓને નોટીસની બજવણી કરી છે. ગટરના કામ પછી ખુદ નાયબ કલેકટર, નાયબ કાર્યપાલક ઇજનેરના સરકારી આવાસ, સરકારી ક્વાટર તેમજ શ્રીજી સોસાયટીમાં ગટરના પાણી ઘુસી જાય તેવું કામ થવાને લઈ લોકોમાં ભારે ચણભણાટ જોવા મળ્યો છે. જેને લઈ હાલ કામ અટકાવી દેવામાં આવ્યું છે. અને એજન્સીનું પેમેન્ટ અટકાવી દેવા માંગ કરવામાં આવી છે.રાજુલા શહેરમાં કોર્ટની સામેથી આહીર સમાજનાં ગેટ સુધી સુધી ગટરનું કામ થયેલ છે. આ કામ ચાલુ હતું ત્યારે ગટરના પાણીખુદ નાયબ કલેકટરના સરકારી આવાસ, નાયબ કાર્યપાલક ઇજનેરના સરકારી આવાસ, સરકારી ક્વાટર તથા શ્રીજી સોસાયટીમાં ગટરના પાણી ઘુસી જાય તેવું કામ થતાં, યોગ્ય ઉંડાઈ નહીં કરાઈ હોવાના મુદ્દે રાજુલાના જાગૃત નાગરિકો વકિલ અરવિંદભાઈ ખુમાણ તેમજ વકીલ એસ.એસ. રાઠોડે અગ્ર સચિવ, શહેરી વિકાસ વિભાગ ગાંધનગર તેમજ જવાબદાર તંત્રોને કાનૂની નોટિસ આપી હતી. જેથી નાયબ કલેકટરના સરકારી આવાસ, નાયબ કાર્યપાલક ઇજનેરના સરકારી આવાસ, સરકારી ક્વાટર સામે નાખેલી ગટરનું કામ રોકી દેવાયું હતા. પરંતુ હોટેલ રાજમંદિરની આગળ શ્રીજી સોસાયટીમાંથી પસાર થતી ગટર લાઇનનું પાણી મુખ્ય ગટરમાં જવાને બદલે હોટેલ રાજ મંદિરથી શ્રીજી સોસાયટી આગળ ગંદુ પાણી રોડ પર ફેલાયું છે, એમ ગટરનું ગંદુ પાણી હોટેલ રાજ મંદિર આગળના રોડથી શ્રીજી સોસાયટીના માર્ગે ચડયું છે. જેનાથી રાજમંદિર હોટેલ આજુ બાજુ આવેલ દુકાનોના દુકાનદારો, શ્રીજી સોસાયટીના લોકો, ગોકુળનગરમાં લોકો ગટરના ગંદા પાણીની દુર્ગંધથી ત્રાંસી ગયા છે, રોગચાળો ફાટી નિકળવાની દહેશત ઉભી થઈ છે. લોકોને ગંદા પાણીમાંથી ચાલવાની નોબત આવી પડી છે.ગટરના કામમાં થયેલ ભષ્ટ્રાચારના લીધે લોકો મુસીબત ભોગવી રહ્યા છે. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે છતાં લોકો અને ખુદ સરકારી ઊંચ અધિકારીઓ મુસીબત ભોગવી રહ્યા છે. રાજુલામાં આ અગાઉ પણ ભૂગર્ભ ગટર ના કામમાં ભષ્ટ્રાચાર થયેલ અને જેનો પડઘો રાજ્યની વિધાન સભા સુધી ગુંજ્યો હતો છતાં પણ રાજુલાની પ્રજાને ઉભરતી ગટરોની ગંદકીથી મુક્તિ મળી નથી. વકીલો કાનૂની નોટિસો આપે છતાં પણ તંત્ર કોઈ નોંધ લેતું નથી. નાયબ કલેકટર જેવા સરકારી અધિકારીઓના આવાસો આગળનું કામ રોકી તંત્ર અટકી ગયું છે. જ્યાં સુધી ગટર કામથી ઉપસ્થિત થયેલ પરિસ્થિતિ ઉકેલવામાં ના આવે ત્યાં સુધી કામ કરનાર એજન્સી નું પેમેન્ટ રોકી દેવા વકીલોએ માંગ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.