વિરોધ વ્યક્ત કરવા વિદ્યાર્થીઓએ રક્તથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો - At This Time

વિરોધ વ્યક્ત કરવા વિદ્યાર્થીઓએ રક્તથી મુખ્યમંત્રીને પત્ર લખ્યો


- હાલ મળતો ભથ્થો ઓછો હોવાની રજૂઆત સાથે- આણંદની વેટરનરી કોલેજમાં ઇન્ટર્નશિપ ભથ્થાંની માંગણી સાથે વિદ્યાર્થીઓની હડતાળઆણંદ : કામધેનુ યુનિવર્સિટીના ૧૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલ હડતાળના ત્રીજા દિવસે આણંદની વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રક્તથી ચિન્હીત પત્રો રાજ્યના મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓને લખી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં વેટરનરી ઈન્ટર્ન તબીબોને સ્ટાઈપન્ડ બાબતે અન્ય રાજ્યોની સરખામણીમાં અન્યાય થઈ રહ્યો હોવાને લઈ વેટરનરીના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. ગત ૧લી ઓગસ્ટથી વિદ્યાર્થીઓ અનિશ્ચિતકાલીન હડતાળ પર ગયા છે.  આજે હડતાળના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ઠેરઠેર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આણંદની વેટરનરી કોેલેજના વિદ્યાર્થીઓ દ્વારા રક્તથી સાંકેતિક પત્રો લખવામાં આવ્યા હતા. જેમાં તેમની માંગ તથા પીડા રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી આ પત્રો રાજ્યના મુખ્યમંત્રી, નાણામંત્રી તથા પશુપાલન મંત્રીને મોકલી અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.