શિહોર સીંધી કેમ્પમા આવેલ ફલેટની પાછળ ના ભાગે જાહેર માં જુગાર રમતા ૦૩ ઇસમોને રોકડ રૂ.૧૧,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શિહોર પોલીસ ટીમ. - At This Time

શિહોર સીંધી કેમ્પમા આવેલ ફલેટની પાછળ ના ભાગે જાહેર માં જુગાર રમતા ૦૩ ઇસમોને રોકડ રૂ.૧૧,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી શિહોર પોલીસ ટીમ.


મ્હે.આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના મુજબ તેમજ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રવિન્દ્ર પટેલ સાહેબની રાહબરી નીચે તેમજ ઇન્ચાર્જ ના.પો.અધિ શ્રી એ.એમ.સૈયદ સાહેબના જરૂરી માર્ગદર્શન આપી શ્રાવણ માસ તથા આગામી મહોરમના તહેવાર અનુસંધાને સખત પેટ્રોલીંગ કરી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુચના આપેલ હોય જેથી શિહોર પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ શ્રી કે.ડી.ગોહીલ સાહેબ માર્ગદર્શન મુજબ શિહોર પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે સીંધી કેમ્પમા આવેલ ફલેટની પાછળના ભાગે અમુક ઇસમો તીનપત્તી નો જુગાર રમતા હોય જેથી બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ-૦૩ ઇસમો જાહેરમા જુગાર રમતા રોકડ રૂ.૧૧,૨૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧). ભુપતભાઇ રણછોડભાઇ રાણા જાતે-બેલદાર ઉ.વ.૪૯ રહે- સીંધી કેમ્પ શીવધારા ફલેટ ત્રીજો માળ જીતુભાઇના મકાનમા શિહોર
(૨). કેતનભાઇ રધુભાઇ વાધેલા જાતે-કોળી ઉ.વ.૨૬ રહે.ગુંદાળા ટેલીફોનના બંગલાની સામે શિહોર
(૩). સુરેશભાઇ રણછોડભાઇ રાણા જાતે-બેલદાર ઉ.વ.૨૬ રહે- સીંધી કેમ્પ શીવધારા ફલેટ ત્રીજો માળ જીતુભાઇના મકાનમા શિહોર

આ કામગીરીમા શિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી કે.ડી.ગોહીલ સાહેબની રાહબરી નીચે શિહોર પોલીસ સ્ટાફના હેડ કોન્સ આઇ.બી.ઝાલા તથા પો.કોન્સ ભયપાલસીંહ સરવૈયા તથા પો.કોન્સ ઇમરાનભાઇ ગોગદા તથા પો.કોન્સ હીતેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ કીશોરસિંહ ડોડીયા વગેરે સ્ટાફજોડાયો હતા. રીપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.