ઉકાઇ ડેમના હાઇડ્રો મારફત પાણી છોડી 45 કરોડની વિજળીનું ઉત્પાદન - At This Time

ઉકાઇ ડેમના હાઇડ્રો મારફત પાણી છોડી 45 કરોડની વિજળીનું ઉત્પાદન


- 15 જુલાઇથી દરવાજા ખોલીને પાણી છોડવાનું શરૃ કરાયું હતું : હાલમાં ચાર મોટા અને બે નાના હાઇડ્રો મારફત 24 હજાર
ક્યુસેક પાણી છોડાય છે         સુરત ઉકાઇ
ડેમના કેચમેન્ટમાં હાલ વરસાદ બંધ છે. પરંતુ રૃલલેવલ અને સપાટી જાળવવા માટે સતત ચાર
મોટા અને બે નાના હાઇડ્રોમાં ૨૪ હજાર કયુસેક પાણી છોડીને સપાટી નીચી રાખવાના પ્રયાસો  થઇ રહ્યા છે. જેના કારણે વીજળી ઉત્પાદન ધમધમતુ થતા
છેલ્લા પખવાડિયામાં ૪૫ કરોડની વીજળીનું ઉત્પાદન થયુ છે.ઉકાઇ ડેમ
બન્યો ત્યારથી વિવિધ ફાયદાઓ થઇ રહ્યા છે. એક તો આખુ વર્ષ ખેડુતોને ખેતીપાક માટે પાણી
મળી રહે છે. તો શહેરીજનોને પીવા માટે અને ઇન્ડસ્ટ્રીઝોમાં પણ પાણીનો જથ્થો પહોંચાડાઇ
રહ્યો છે. આ ફાયદાની સાથે જ ચોમાસાની તુમાં બે ફાયદા થાય છે. એક તો સપાટી અને રૃલલેવલ
વચ્ચેની લડાઇમાં હાઇડ્રો ઘણા કામ આવે છે. સતાધીશો રૃલેલેવલની નજીક સપાટી પહોંચે ત્યારે
ચાર મોટા અને બે નાના હાઇડ્રોમાં ૨૪ હજાર કયુસેક પાણી છોડીને સપાટી મેઇન્ટઇન રાખે છે.
જયારે આ પાણી હાઇડ્રોમાં છોડવાથી વીજળી ઉત્પાદન થતા સરકારને આવક થઇ રહી છે. આ વર્ષે
ઉપરવાસમાં વરસાદ ઝીંકાતા ૧૫ જુલાઇથી જ ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું શરૃ કર્યુ હતુ.
શરૃઆતમાં બે જ હાઇડ્રો પાણી છોડાયુ હતુ. ત્યારબાદ વધારીને ચાર હાઇડ્રો અને બે નાના
હાઇડ્રોમાં પાણી છોડવાની શરૃઆત કરી હતી. તે આજે બીજી ઓગસ્ટે પણ સતત ચાલુ જ છે, અને હજુ પણ હાઇડ્રોમાંથી
પાણી છોડવાનું ચાલુ જ છે. આ હાઇડ્રોમાં પાણી છોડવાના કારણે વીજળી ઉત્પાદન શરૃ થયુ છે.
છેલ્લા પખવાડીયામાં ૪૫ કરોડથી વધુની વીજળીની આવક થઇ છે. અને હજુ પણ પાણી છોડવાનું ચાલુ
હોવાથી વીજળી ઉત્પાદન ધમધમતુ રહેશે.હાઇડ્રો
ચાલુ હોય ત્યારે દરરોજની 300 મેગાવોટ વિજળીનું ઉત્પાદન અને 3 કરોડની આવક થાય છે

 ઉકાઇ ડેમ બન્યો ત્યારે પાણીથી વીજળી ઉત્પાદન
કરતા હાઇડ્રો પણ નંખાયા હતા. આ હાઇડ્રોના આજે ફાયદાઓ થઇ રહ્યા છે. એક હાઇડ્રોમાંથી
દરરોજની ૭૫ મેગાવોટ વિજળી ઉત્પન્ન થાય છે. ચાર મોટા હાઇડ્રોમાંથી દરરોજની ૩૦૦
મેગાવોટ વિજળી ઉત્પાદન થતા સરકારને દરરોજની ત્રણ કરોડની આવક થઇ રહી છે. જયારે બે
નાના હાઇડ્રોમાંથી અઢી-અઢી મળીને પાંચ મેગાવોટ વિજળી ઉત્પાદન થાય છે. હાલ વીજળીના
ભાવ આસમાને હોવાથી સરકારને કોલસાની જગ્યાએ પાણીથી વીજળી ઉત્પાદન થતી હોવાથી ઘણા
લાભાલાભ થઇ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.