લઠ્ઠાકાંડમાં રાણપુર પોલીસે 12 આરોપીની અટકાયત કરી
- બરવાળા અને રાણપુર તાલુકામાં થયેલા - ઝડપાયેલા આરોપીને બુધવારે રિમાન્ડ માટે રાણપુર કોર્ટમાં રજૂ કરશેરાણપુર : અનેક લોકોના જીવ લેનાર બરવાળા અને રાણપુર તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડમાં ગુનો દાખલ થયા બાદ રાણપુર પોલીસે મંગળવારે ૧૨ આરોપીઓની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે અને આવતી કાલે મંગળવારે આ તમામ ૧૨ આરોપીને રાણપુર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.આ અંગે જાણવા મળે છે કે લઠ્ઠાકાંડ સર્જાયા બાદ રાણપુર પોલીસ દ્વારા ૧૧ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસના અંતે વધુ બે આરોપી ઉપર ગુનો દાખલ કરતા રાણપુર પોલીસ સ્ટેશનમાં કુલ ૧૩ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેના આધારે રાણપુર પોલીસે મંગળવારે ૧૨ આરોપીની અટક કરી હતી. તે તમામને રાણપુર કોર્ટમાં રિમાન્ડ અર્થે હાજર કરવામાં આવશે. બે દિવસ પહેલા દેવગાણાના આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ ચુડાસમાને અટક કરી ડિમાન્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.