રક્ષાબંધન આવે તે પહેલા બહેના એકના એક ભાઈનું ડુબી જતા મોત
- સાયલા તાલુકાના શિરવાણીયા ગામની ઘટના- સ્કૂલેથી છૂટી વાડી જઇને હોજમાં સ્નાન કરવા પડયો અને પાણીમાં ડુબી ગયોસાયલા : રક્ષાબંધન આવે તે પહેલા બહેના એકના એક ભાઈનું ડુબી જતા મોત થયુ હોવાનો અરેરાટીભર્યો બનાવ સાયલા તાલુકાના શિરવાણીયા ગામની સીમમાં બન્યો હતો. સ્કૂલેથી છૂટી વાડી જઇને હોજમાં સ્નાન કરવા પડયો અને પાણીમાં ડુબી ગયો હોવાની ઘટનાથીે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.બનાવની વિગતો એવી છે કે સાયલા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતો ૧૧ વર્ષનો ધુ્રમીલ ભનુભાઈ શાળામાંથી ૧૨ વાગ્યે છૂટી વાડીએ ગયો હતો. ત્યાં પાણી પીવાના હોજમાં નહાવા પડતા ડૂબવાથી તેનું મૃત્યુ નિપજ્યુ હોવાનો કરૂણ બનાવ બન્યો હતો. તેના પગલે ગામમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. ધુ્રમીલ ભનુભાઈનો એકનો એક પુત્ર હતો અને વર્ગમાં પ્રથમ નંબર લાવતો હોંશિયાર વિદ્યાર્થી હતો. તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં અગ્રણીઓના હસ્તે તેણે ઇનામ પણ મેળવ્યું હતું. તેની નાની બહેન નયના ધોરણ ચારમાં અભ્યાસ કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.