જામનગરના નજીક ચાંપાબેરાજામાં રહેતા યુવાનનો પોતાના જીગરજાન મિત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત
- સિક્કામાં રહેતા મિત્રએ ૨૫ દિવસ પહેલાં આપઘાત કરી લીધા બાદ ગુમસૂમ રહ્યા પછી પોતે પણ ગળાફાંસા દ્વારા જીવ દીધોજામનગર,તા 02 ઓગષ્ટ 2022,મંગળવારજામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા એક યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. સિક્કામાં રહેતા પોતાના જીગરજાન મિત્રએ આજથી ૨૫ દિવસ પહેલાં આપઘાત કરી લીધો હતો, જેના કારણે પોતાને પણ જીવનમાં કોઈ રસ ન હોવાથી આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા મોહિત જગદીશભાઈ ભટ્ટ નામના ૨૩ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ યજ્ઞેશ જગદીશભાઈ ભટ્ટએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકના હાથે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં પોતાના મિત્ર સિક્કામાં રહેતા ધવલ જયેશભાઈ રાવલ કે જેણે પોતાને કામ ધંધો ન મળતાં ગત ૭મી તારીખે આપઘાત કરી લીધો હતો. ત્યાર પછી પોતે ગુમસુમ રહેતો હતો, અને તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.- મૃતકે લખેલી સ્યુસાઇડ નોટમાં પોતાના જીગરજાન મિત્ર સાથે જ આપઘાત કરી લેવાનો ઉલ્લેખ કર્યોજામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા એક વિપ્ર યુવાને પોતાના જીગરજાન મિત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો, જેને પોતાના જીગરજાન મિત્ર ના આપઘાતની સાથે જ પોતે પણ આપઘાત કરી લેવો હતો, પરંતુ તેની અંતિમ વિધિ કરવા માટે જીવિત રહ્યો હતો, અને અંતિમવિધિ પૂર્ણ થયા બાદ તુરત જ પોતે આપઘાત કરી લીધો હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. પોલીસ દ્વારા મૃતકના હાથે લખાયેલી બે પાનાની સુસાઇડ નોટ કરજે કરી હતી.જેમાં જય મહાકાલ ના ઉલ્લેખ પછી પોતાનો જીગરજાન મિત્ર કે જેણે આપઘાત કરી લીધો હતો, પોતાને મૂકીને આત્મહત્યાનો રાહ અપનાવી લેનાર મિત્ર ધવલ રાવલ કે જેની અંતિમ વિધિ કરવાની હોવાથી પોતે તમામ અંતિમ વિધિમાં જોડાયો હતો. જે વિધિ પૂર્ણ થઈ ગયા પછી પોતે પણ પાછળ આવે છે, તેમ જણાવી આપઘાત નો રાહ અપનાવી લીધો હતો.સુસાઇડ નોટમાં કરેલા ઉલ્લેખ મુજબ પોતાના મિત્ર વગર જીવવું આ શક્ય હોવાથી તે જ દિવસે આપઘાત કરી લેવાનો અને પોતાની પણ અર્થી તેની સાથે જ ઉઠે તેવો વિચાર કર્યો હતો. પરંતુ આખરે મિત્રની અંતિમ ક્રિયા કરવી હોવાના કારણે આટલા દિવસ રાહ જોઈ હતી, અને હવે જીવી શકાય તેમ ન હોવાના કારણે આ પગલું ભરી રહ્યા નું લખ્યું હતું. પોલીસ દ્વારા સુસાઇડ નોટ કબજે કરી લઈ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.