જામનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા ડ્રગ્સના વેચાણને લીધે યુવાનોના અંધકારમય ભવિષ્ય મામલે મૌન રેલી યોજાઇ - At This Time

જામનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા ડ્રગ્સના વેચાણને લીધે યુવાનોના અંધકારમય ભવિષ્ય મામલે મૌન રેલી યોજાઇ


 જામનગર,તા 02 ઓગષ્ટ 2022,મંગળવારજામનગર શહેર યુવક કોંગ્રેસ દ્વારા આજે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂના વેચાણને લીધે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે, જે મામલે ગુજરાત સરકારના વિરોધમાં આજે શહેર યુવક કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવાડીયા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, ઉપરાંત યુવક કોંગ્રેસના પ્રમુખ તોસીફ ખાન પઠાણની રાગરી હેઠળ લીમડાની વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયથી મૌન રેલીનો પ્રારંભ થયો હતો. જેમાં તમામ કાર્યકરો પોતાના મોઢા પર કાળું માસ્ક પહેરીને જોડાયા હતા, અને શહેરના બેડી ગેઇટ, ટાઉનહોલ સહિતના વિસ્તારોમાં ફરીને મૌન રેલી ફરી લીમડા લેનમાં પૂર્ણ કરાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.