વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓની હડતાલ થી સેવાઓ ઠપ - At This Time

વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓની હડતાલ થી સેવાઓ ઠપ


વડોદરા,તા.2 ઓગષ્ટ 2022,મંગળવાર રાજ્યના તલાટી ઓએ આજથી શરૂ કરેલી અચોક્કસ મુદતની હડતાલને પગલે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતની સેવાઓ ઠપ થઈ ગઈ છે.તલાટી મંડળના રાજ્યના આગેવાનોએ તેમની ઉચ્ચતર પગાર ધોરણની વિસંગતતા, કોન્ટ્રાક્ટ ના સમયનો સળંગ નોકરીમાં ગણતરી તેમજ રેવન્યુ તલાટીઓની અલગ કેડર સહિતની માંગણીઓ નો છેલ્લા ત્રણ વર્ષથી ઉકેલ નહીં આવતા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે.હડતાલને પગલે વડોદરા જિલ્લાના 300 થી વધુ તલાટીઓ એ આજે કામગીરીનો બહિષ્કાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં જન્મ મરણની નોંધણી, વેરાની વસુલાત તેમજ સરકારી યોજનાઓના અમલ ની કામગીરી પર અસર વર્તાઈ હતી.વડોદરા જિલ્લાના તલાટી મંડળના આગેવાનોએ કહ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી કામગીરી ચાલુ રાખવાની દરેક તલાટીને સૂચના આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.