સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલ વ્યવહાર ખોરાવાયો, 8 ટ્રેન રદ - At This Time

સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલ વ્યવહાર ખોરાવાયો, 8 ટ્રેન રદ


સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને કારણે  : તા. 9 ઓગસ્ટ સુધી રાજકોટ, પોરબંદરથી સિકંદરાબાદ અને કોઈમ્બ્તુર અને ઓખા - તુતીકોરીન ટ્રેન રદ,મુસાફરો પરેશાન રાજકોટ, : શ્રાવણ મહિનાનાં તહેવારો પર જ સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહાર ખોરવાયો છે. સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરીને લઈ  તા. 5 ઓગસ્ટ સુધી એક ડઝન ટ્રેન રદ છે ત્યાં મહારાષ્ટ્રનાં સોલાપુર ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી માટે તત્કાળ એન્જીનીયરીંગ બ્લોક લેવામાં આવતા સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચેનો રેલવે વ્યવહાર તા. 9 ઓગસ્ટ સુધી એક સપ્તાહ સુધી ખોરવાશે. સોલાપુર ડિવિઝન હેઠળ દારૂન્ડ - કુરૂદવાડી  સેકશનમાં એન્જીનીયરીંગ બ્લોક લેવામાં આવતા રાજકોટ ડિવિઝન હેઠળની આઠ ટ્રેનો રદ કરવામાં આવી છે તેમાં રાજકોટ - સિકંદરાબાદ તા. 8, 10 અને 11 ઓગસ્ટ , રાજકોટથી કોઈમ્બતુર તો 7 ઓગસ્ટ, પોરબંદર - સિકંદરાબાદ તા. 8 ઓગસ્ટ અને ઓખા - તુતીકોરીન તા. 5 અને 8 ઓગસ્ટ રદ કરવામાં આવી છે. આ ટ્રેન બંને તરફથી રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર ડબલ ટ્રેકની કામગીરી માટે અગાઉથી આયોજન કરી જાહેરાત કર્યા વિના એકાએક ટ્રેન રદ કરવાની જાહેરાત કરતા લાંબા રૂટની આ ટ્રેનોમાં એડવાન્સ બુકીંગ કરાવનાર મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે. રાજકોટ - સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરીને કારણે જામનગરથી વડોદરા જતી ટ્રેન તા. 5 ઓગસ્ટ સુધી રદ છે આ ટ્રેન ઉપરાંત 11 અન્ય ટ્રેનો રદ થઈ હોવાથી સૌરાષ્ટ્રનાં ટ્રેન વ્યવહારને અસર થઈ છે ત્યાં સોલાપુરમાં ડબલ ટ્રેકની કામગીરીને લઈ વધુ કેટલીક ટ્રેનો રદ થતા સૌરાષ્ટ્રમા રેલવે મુસાફરી કરનારા હજારો લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. રેલવે સલાહકાર સમિતિ અને સાંસદો રેલવે મુસાફરોને પરેશાની અંગે ચૂપ છે. એન્જીનીયરીંગની કામગીરીને લઈ ઓયોજન અગાઉથી થઈ શકતુ હોય છે જો રેલવે તંત્ર તાત્કાલિક અસરથી ટ્રેનો રદ કરવાને બદલે અગાઉથી રદ થનારી ટ્રેનની જાહેરાત કરે તો એ સમયગાળામાં એડવાન્સ બુકીંગ મુસાફરો ન કરાવે અથવા તો અન્ય વિકલ્પોની વિચારણા કરવાનો સમય મળી શકે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.