સુરતની એક એવી શાળા જે પોતાની શાળાના માનસિક દિવ્યાંગ બાળકોને પગભર કરી રહી છે - At This Time

સુરતની એક એવી શાળા જે પોતાની શાળાના માનસિક દિવ્યાંગ બાળકોને પગભર કરી રહી છે


- સુરતની સ્પેશ્યલ બાળકોની સ્કુલમાં રક્ષા બંધનના પવિત્ર તહેવારની રાખડી બનાવી રહ્યાં છે સ્પેશ્યલ બાળકો - સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરી  પ્રેમ અને લાગણીના મોતી પરોવીને લાગણીસભર રાખડી બનાવી રહ્યાં છે સુરત,તા.02 ઓગષ્ટ 2022,મંગળવારરાખડીના તહેવાર સાથે સુરતના બજારમાં આકર્ષક અને અવનવી ડિઝાઈનવાળી રાખડીઓનું ધુમ વેચાણ થઈ રહ્યું છે પરંતુ તેની વચ્ચે સુરતના સ્પેશ્યલ બાળકોએ પોતે બનાવેલી રાખડીનું વેચાણ કરીને પગભર થવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ બાળકોની રાખડી બજારની રાખડી જેવી કદાચ આકર્ષક ન હોય પણ તેઓમાં વધતો આત્મ વિશ્વાસ અને સાચા દિલથી ભગવાનને પ્રાર્થના કરી  પ્રેમ અને લાગણીના મોતી પરોવીને લાગણીસભર રીતે બનાવેલી રાખડી પ્રોફેશનલ રાખડીઓને ટક્કર આપી રહી છે.  સુરતના ગોટાર વિસ્તારમા આવેલી  સ્પેશ્યલ બાળકોની સ્કુલ શિલ્પમાં સ્પેશ્યલ બાળકોને અભ્યાસ કરાવવા સાથે તેમને પગભર થવા માટેની કામગીરી પણ કરવામા આવે છે.  બાળકોને પગભર થવા માટે સંસ્થા દ્વારા શિક્ષણ આપવામા આવે છે તેના કારણે તેઓ સિઝનલ વસ્તુઓનુ ઉત્પાદન કરી રહ્યાં છે. હાલમાં રક્ષાબંધનનો તહેવાર હોવાથી આ  સ્પેશ્યલ બાળકો રાખડી અને રક્ષા બંધનના ઉપયોગમાં આવતી ડેકોરેટિવ ડીશ અને કવર બનાવી રહ્યાં છે.સ્કુલના આચાર્ય  સાથે  બાળકોમાં રહેતી છુપાયેલી શક્તિ બહાર કાઢવાનો પ્રયાસ કતાં શિક્ષકો કહે છે, અમારા બાળકો જે રાખડી બનાવે છે તે કદાચ બજારમાં મળતી રાખડી જેવી આકર્ષક ન હોય પરંતુ અમારા બાળકો સાચા દિલથી પ્રેમ અને લાગણીના મોતી   વિશ્વાસના દોરામાં પરોવી રાખડી બનાવી રહ્યાં છે. આ બાળકોએ બનાવેલી રાખડીમાં તેમની ભાવના છુપાયેલી છે અને આ રાખડી લોકો ખરીદે છે ત્યારે બાળકો વધુ આત્મનિર્ભર બની રહ છે. આ રાખડી માટે કેટલીક લોકો સામેથી ઓર્ડર આપે છે અને અમારી સ્કુલમાંથી પણ રાખડી અને અન્ય વસ્તુનું વેચાણ કરવામા આવી રહ્યું છે.આ સ્કુલ ઉપરાંત સુરતમા સ્પેશ્યલ બાળકો માટે કામ રતી અન્ય સ્કુલ પણ રાખડી બનાવવા સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી પણ સ્કુલમાં કરી રહ્યાં છે, સુરતમા આવી સ્કુલો પોતાની સ્કુલમા અભ્યાસ કરતાં માનસકિ દિવ્યાંગ ( સ્પેશ્યલ ચાઈલ્ડ)ને પગભર  કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેના કારણે આ બાળકોનો આત્મવિશ્વાસ પણ વધી રહ્યો છે.સ્પેશ્યલ ચાઈલ્ડને પ્રોત્સાહન આપવા કેટલીક સંસ્થા અગ્રેસરસુરતમાં માનસિક દિવ્યાંગ બાળકો ( સ્પેશ્યલ  ચાઈલ્ડ)ને અભ્યાસ સાથે તેમને પગભર કરવા માટે જે સ્કુલો કામગીરી કરે છે તે સ્કુલોને ખાસ મદદ કરવા માટે કેટલીક સંસ્થાઓ અગ્રેસર કામગીરી કરે છે. સુરતમાં આવી સ્કુલો સાથે સંકળાયેલા લોટર ચેરીટેબલ ટ્રસ્ટના મોના ભાઈદાસવાળા કહે  છે, સ્પેશ્યલ ચાઈલ્ડમા અનેક શક્તિ છુપાયેલી હોય છે તેઓને પણ પગભર થવાનો અધિકાર છે. આવા બાળકોને જરુર છે એક પ્લેટફોર્મની અને તે અમે અને અમારા જેવી સંસ્થાઓ પુરુ પાડે છે. જે  સ્કુલો બાળકોને રાખડી બનવવા માટેની તાલિમ આપે છે અને રાખડી બનાવે છે તેવી સંસ્થાઓને રો મટીરીયલ અમે વિના મુલ્યે આપીએ છીએ અને રાખડીના ઓર્ડર પણ આપીએ છીએ.તેઓ વધુમાં કહે છે, અમે જ્યારે વિના મુલ્યે રો મટીરીયલ્સ આપીએ છીએ ત્યારેએ ધ્યાન રાખીએ છીએ કે સંસ્થા બાળકો રાખડી બનાવે છે તેઓને સ્ટાઈપેન્ડ કે અન્ય રકમ આપે છે કે નહી ? બાળકોને તેમની મહેનતનું ફળ આપતી  સંસ્થાઓને અમે વિનો મુલ્યે રો મટીરીયલ્સ આપીએ છીએ. આટલુ જ નહીં પરંતુ કેટલીક સંસ્થાઓના ઓર્ડર પણ આ સંસ્થાને મળે તે માટેનો પ્રયાસ કરી તેમને વેચાણ  માટેનું પ્લેટફોર્મ  પુરુ પાડવાનો પ્રયાસ પણ કરીએ છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.