પ્રાઇવેટ લેબમાં સ્વાઇન ફ્લૂના ટેસ્ટની કિંમત રૃ. ૪૫૦૦થી વધુ
અમદાવાદ,સોમવારગુજરાતમાં સ્વાઇન
ફ્લૂના કેસમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં જ અમદાવાદમાંથી સ્વાઇન
ફ્લૂના ૩ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે ત્યારે
પ્રાઇવેટ લેબમાં તેના ટેસ્ટ માટે રૃપિયા ૪૫૦૦થી રૃપિયા ૫ હજાર વસૂલવામાં આવતા પ્રાઇવેટ લેબમાં
સ્વાઇન ફ્લૂના ટેસ્ટની કિંમત વર્ષ ૨૦૧૭માં રૃપિયા ૭ હજાર હતી અને તેની સરખામણીએ હવે
ઘટાડો થયો હોવાનો લેબ સંચાલકોનો દાવો છે. હાલ અમદાવાદની વિવિધ પ્રાઇવેટ લેબમાં સ્વાઇન
ફ્લૂના ટેસ્ટની કિંમત રૃપિયા ૩૮૦૦થી રૃપિયા ૫ હજાર વચ્ચે હોય છે. આ અંગે ઇન્ડિયન મેડિકલ
એસોસિયેશનના ડો. મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, 'સ્વાઇન ફ્લૂની ખૂબ જ મોંઘી આવતી ટેસ્ટ
કિટ અને તેની સામે ટેસ્ટના ખૂબ જ ઓછા પ્રમાણને કારણે તેના ટેસ્ટનો ભાવ વધારે હોય છે.
આ ઉપરાંત સ્વાઇન ફ્લૂનો એકલો ટેસ્ટ પૂરતો નથી તેની સાથે પોઝિટિવ કન્ટ્રોલ રન કરવો પડે
છે. સરકાર દ્વારા કસ્ટમ ડયુટી કે અન્ય કોઇ ટેક્સમાં ઘટાડો કરીને કિટના ભાવમાં ઘટાડો
કરે તો ટેસ્ટનો ભાવ ઘટાડો શક્ય છે. જે લેબોરેટરી કોવિડના ૧૦૦ ટેસ્ટ કરતી હોય તેની પાસે
સ્વાઇન ફ્લૂનો માત્ર ૧ ટેસ્ટ આવે છે. કિટના ભાવ ઘટે-ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવે
તો ટેસ્ટની કિંમતમાં ઘટાડો થઇ શકે. 'દરમિયાન અમદાવાદની
અસારવા સિવિલ હોસ્પિટલમાં ૩૫ વર્ષીય પુરુષ જ્યારે સોલો સિવિલમાં ૭૦ વર્ષીય દર્દી સ્વાઇન
ફ્લૂની સારવાર હેઠળ છે. આ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. અસારવા સિવિલનો
દદી ઓક્સિજન જ્યારે સોલા સિવિલનો દર્દી એનઆરડીએમ હેઠળ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.