જ્ઞાનવર્ધક કસોટીના વિદ્યાર્થીઓને મેયર, ડેપ્યુટી મેયરના નામોની ખબર નથી ! - At This Time

જ્ઞાનવર્ધક કસોટીના વિદ્યાર્થીઓને મેયર, ડેપ્યુટી મેયરના નામોની ખબર નથી !


-શાળામાં
વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં માત્ર બે વિદ્યાર્થીઓ આંગળી ઊંચી કરી શક્યા, ડે. મેયર પણ ઉપસ્થિત
હતા         સુરત, સરદાર
પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રવિવારે યોજાયેલી જ્ઞાાનવર્ધક કસોટીમાં વિદ્યાર્થીઓ સાથે
સામાન્ય વાર્તાલાપ યોજવામાં આવ્યો,
ત્યારે 300માંથી માત્ર 2
વિદ્યાર્થીઓ જ મેયર અને ડેપ્યુટી મેયરના નામ જણાવી શક્યાં હતાં !એક
મુખ્ય શાળામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજવામાં આવ્યો ત્યારે કાનજી ભાલાળાએ
વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન (જીકે) ચકાસવાના હેતુથી મેયર અને ડેપ્યુટી મેયરના
નામો જણાવવાનું કહેતાં, માત્ર બે જ વિદ્યાર્થીઓએ આંગળી ઊંચી કરી શક્યાં હતાં.આ
કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી સહિત સૌરાષ્ટ્ર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત
હતાં. બધાનો પરિચય પણ આપવામાં આવ્યો હોવા છતાં, કસોટીની તૈયારી કરીને આવેલાં વિદ્યાર્થીઓ
પ્રેઝન્સ ઓફ માઈન્ડનો પરિચય આપી શક્યાં નહોતાં.શાળામાં
ભણતા ધોરણ 9થી 12ના 40 હજાર
વિદ્યાર્થીઓનું જનરલ નોલેજ ચકાસવા જ્ઞાનવર્ધક કસોટીનું આયોજન રવિવારે 300 શાળાઓમાં એક સાથે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની જ્ઞાનવર્ધક કસોટી
લેવા માટે પ્રથમ વખત ફોર્મથી લઇ હોલટિકીટ, ઓએમઆર શીટ ઓનલાઈન
પ્રક્રિયાથી કરવામાં આવી હતી એમ સંસ્થાના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.