Video: ‘વાર્તા રે વાર્તા અધ્યક્ષ ઢોર ચારતા’: સ્ટોરી ટેલિંગ મુદ્દે સુરત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં હોબાળો
- શિક્ષણ સમિતિના વિરોધ પક્ષે પહેલીવાર તમામ કામ પર વિરોધ નોંધાવ્યો, સભા બાદની પાર્ટીના કાર્યકરોએ સમિતિ કચેરીમાં હલ્લો મચાવ્યોસુરત, તા. 01 ઓગસ્ટ 2022 સોમવારસુરત મહાનગરપાલિકા ની શિક્ષણ સમિતિમાં સ્ટોરી ટેલિંગના મુદ્દે આજે સામાન્ય સભા તોફાની બની હતી. પહેલીવાર સામાન્ય સભાના વિરોધ પક્ષે તમામ કામ પર વિરોધ નોંધાવ્યો હતો. સભા પૂરી થયા બાદ વિરોધ પક્ષના અને કાર્યકરો પ્લેકાર્ડ લઈને કચેરીની ઓફિસ પર આવી પહોંચ્યા હતા.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજની સામાન્ય સભામાં સ્ટોરી ટેલિંગ નો મુદ્દો વિવાદી બન્યો હતો. શિક્ષણ સમિતિના વિરોધ પક્ષે આ મુદ્દે વિરોધ કરીને ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને સભામાં તો વિરોધ પક્ષના સભ્યો સામે શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો પરંતુ સામાન્ય સભા પૂરી થયા બાદ વિરોધ પક્ષ આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો સભાખંડની બહાર પહોંચી ગયા હતા. સમિતિના વહીવટ સામે તેઓએ પ્લેકાર્ડ બનાવ્યા હતા. જેમાં વાર્તા રે વાર્તા અધ્યક્ષ ઢોર ચારતા એવા સૂત્રોચાર કર્યા હતા. વિરોધ પક્ષના કાર્યકરોનો ટોળું જોઈને શાસકો ડઘાઈ ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.