સુરતની સેવાભાવી સંસ્થાઓ દ્વારા એકત્ર થયેલા દોઢ લાખ રૂપિયા થકી પુર પીડિતોને વસ્ત્રોનું વિતરણ કરાયું
સુરત, તા. 01 ઓગસ્ટ 2022 સોમવાર તાજેતરમાં બોડેલી, જાંબુઘોડા તથા ડભોઈ તીર્થના કેટલાક ગામોમાં વરસાદને કારણે સર્જાયેલી પુરની પરિસ્થિતિને પગલે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહારે શહેરની ત્રણ સંસ્થાઓ આવી હતી. તેમને દાતાઓ દ્વારા એકત્ર થયેલા રૂ.1.75 લાખ થકી પુર પીડિતોને વસ્ત્રોનું વિતરણ કર્યુ હતું.ડભોઈ, જાંબુઘોડા,બોડેલી,પાવી,જેતપુર જેવા નવસારી તાલુકાના કેટલાક ગામોમાં પુરની પરિસ્થિતિ સર્જાય હતી. જેને લઇને જરૂરિયાતમંદ પુરપીડિતોની મદદે ગત ગુરુવારે સુરતની કેટલીક સેવાભાવી સંસ્થાઓ પહોંચી હતી. શંખેશ્વર સુરત ફાઉન્ડેશન, આદિનાથ ગૃપ કતારગામ તથા ગાયત્રી પરિવાર જેવી સેવાકીય સંસ્થાઓને દાતાઓ પાસેથી રૂ.1.75 દાનમાં મળ્યા હતા. જેમાંથી તેઓએ સાડીઓ, ડ્રેસ, નાના બાળકોના કપડા વગેરેનું વિતરણ કરી લોકોને સહાય કરી હતી.શંખેશ્વર સુરત ફાઉન્ડેશનના અગ્રણી રવીભાઈ મહેતાએ કહ્યું કે, દાતાઓનો ખુબજ સહકાર મળ્યો હતો. આ ગામડાઓમાં કેટલાયે જૈનેતર પરિવારો જૈન ધર્મ અનુસરી રહ્યા છે. ઉપરાંત આ બે ત્રણ તાલુકાના ગામડાઓમાં અંદાજે 100 જેટલી દિક્ષા પણ થઈ છે. તેમજ આ વિસ્તારના બે થી ત્રણ મહાત્માઓ તો ગચ્છાધિપતિ પદ પર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.