રાજકોટમાં નિવૃત આર્મીમેન સહીત 5 લોકોના ઘરમાં બારી તોડી ચોરીને અંજામ અપાયો, લોકો જાગી જતા તસ્કરો નાસી છુટયા
રાજકોટ મોરબી હાઈવે પર રતનપર ગામની ડ્રિમલેન્ડ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં તસ્કરોએ એક સાથે એક રાતમાંનિવૃત આર્મીમેન સહીત પાંચ લોકોના ઘરમાં ગ્રીલ તેમજ બારી તોડી પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
નિવૃત આર્મીમેનના પુત્ર અને સરકારી પ્રાથમિક સ્કુલના શિક્ષક નીતિનભાઇ મહેશભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે તસ્કરો આવ્યા હતા લોકો પોતપોતાના ઘરમાં નીચેના માળે સુતા હતા ત્યારે ઉપરના માળે તસ્કરોએ બારી તોડી પ્રવેશ કરેલો, અમારા ઘરમાં ઉપરના માળે કબાટમાં રાખેલા ઘરેણાં અને પાંચેક હજારની રોકડ મળી અંદાજે સવા લાખ રૂપિયાની મતા ચોરાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.