'હર ઘર તિરંગા' કાર્યક્રમ હેઠળ રાજકોટીયન્સને રૂ.25 લેખે ઝંડા વેચશે,આર્થિક સહયોગ માટે મેયરે અપીલ કરી - At This Time

‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ રાજકોટીયન્સને રૂ.25 લેખે ઝંડા વેચશે,આર્થિક સહયોગ માટે મેયરે અપીલ કરી


રાજકોટમાં મનપાના નવા ગતકડાં સામે આવ્યા છે. આગામી 15 ઓગસ્ટની ઉજવણીને પગલે સમગ્ર દેશમાં 'હર ઘર તિરંગા'ના કાર્યક્મનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે હવે મનપા રાજકોટીયન્સને તેના ઘર પર તિરંગો ફરકાવવા માટે રૂ.25 લેખે ઝંડા વેચશે. આ ઉપરાંત આર્થિક સહયોગ માટે મેયરે ખાનગી સંસ્થાઓને પણ અપીલ કરી છે.

આ અંગે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવએ પત્રકાર પરિષદ અને સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર તિરંગા'કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.13થી 15 ઓગસ્ટ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ દિવસો દરમિયાન રાજકોટ શહેરમાં ઘરે ઘરે તિરંગા ફરકાવવામાં આવશે શહેરમાં બે લાખ જેટલા ઘર અને રાજકોટ મહાનગરપાલિકાની 695 મિલકતો પર ઝંડો ફરકાવવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.