સંજય રાઉતની ધરપકડના વિરોધમાં મોટા પ્રદર્શનની તૈયારી, મળ્યું કોંગ્રેસનું સમર્થન - At This Time

સંજય રાઉતની ધરપકડના વિરોધમાં મોટા પ્રદર્શનની તૈયારી, મળ્યું કોંગ્રેસનું સમર્થન


- એક મહિલા સાક્ષીને ધમકાવવાના આરોપસર રાઉત સામે ફરિયાદ નોંધાવાઈ છેમુંબઈ, તા. 01 ઓગષ્ટ 2022, સોમવારપાત્રા ચાલ જમીન કૌભાંડ મામલે ઈડીએ શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરી છે અને આજે તેમને PMLA સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. પાત્રા ચાલ જમીન કૌભાંડ મામલે ફસાયેલા સંજય રાઉતને કોંગ્રેસનું સમર્થન મળેલું જણાય છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરીએ પોતે રાઉતની સાથે છે તેમ જણાવ્યું છે. મુંબઈમાં પ્રદર્શનની યોજનાશિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડનો તેમના સમર્થકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિવસેનાએ આ ધરપકડના વિરોધમાં સમગ્ર મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરવાની યોજના બનાવી છે. રાઉત સામે વધુ એક આરોપશિવસેનાના નેતા સંજય રાઉતની મુશ્કેલીઓનો પાર નથી આવી રહ્યો. જમીન કૌભાંડના કેસમાં ધરપકડ વચ્ચે રાઉત સામે એફઆઈઆર દાખલ થઈ છે. એક મહિલા સાક્ષીને ધમકાવવાના આરોપસર રાઉત સામે ફરિયાદ નોંધાવાઈ છે. ઈડીએ રવિવારના રોજ રાઉતના આવાસ ખાતે દરોડો પાડ્યો હતો અને બાદમાં મોડી રાતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સંજય રાઉતને આજે સવારે 11:30 કલાકે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તપાસ એજન્સીએ રવિવારના રોજ રાઉતના ઘરે દરોડો પાડ્યો હતો અને 11.50 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. ઈડીએ રાઉતને અનેક વખત સમન પણ પાઠવ્યા હતા.  આ પણ વાંચોઃ શું છે પાત્રા ચાલ કૌભાંડ? જેના કારણે સંજય રાઉત પર લટકી રહી છે જેલ જવાની તલવાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.