વરસાદ દિલ્હીની હવાને ફળ્યો, 6 વર્ષમાં એર ક્વોલિટી સૌથી સારી - At This Time

વરસાદ દિલ્હીની હવાને ફળ્યો, 6 વર્ષમાં એર ક્વોલિટી સૌથી સારી


નવી દિલ્હી, તા. 1 ઓગસ્ટ, સોમવાર દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં લોકો સતત વાયુ પ્રદુષણનાં કારણે લોકોને અનેક બીમારીનો પણ સામનો કરી રહ્યાં છે. લોકો ખરાબ હવાની ફરિયાદ કરે છે.  જેમ જેમ શિયાળાના દિવસો નજીક આવે છે તેમ તેમ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થતી જાય છે,પરંતુ આ દરમિયાન દિલ્હીમાં હવાની ગુણવત્તાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી-એનસીઆરના લોકોએ જુલાઈ મહિનામાં ખુલીને શ્વાસ લીધો છે તેમ કહી શકાય. જુલાઈ મહિનામાં દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સારી રહેવાને કારણે આવું થયું છે. જુલાઈ મહિનામાં 31 દિવસમાંથી 24 દિવસ એર ક્વોલિટી સારી રહી છે એટલે કે સ્વચ્છ હવાની દ્રષ્ટિએ આ મહિનો ઘણો સારો સાબિત થયો.6 વર્ષ પછી જુલાઈમાં AQI સારોદિલ્હીની હવાની સ્થિતિમાં સુધારો 6 વર્ષ બાદ જોવા મળ્યો છે. અગાઉ વર્ષ 2015માં જુલાઈ મહિનામાં AQI સારો હતો. એટલે કે 2015માં પણ લોકોએ જુલાઈ મહિનામાં ખુલીને શ્વાસ લીધો હતો અને હવે 6 વર્ષ પછી તેમને આ તક મળી છે.આ વર્ષે સરેરાશ AQI 87 હતોઆ મહિને 24 દિવસ માટે હવાની ગુણવત્તા (AQI) 'સંતોષકારક' શ્રેણીમાં નોંધવામાં આવી હતી.દિલ્હીમાં AQI સુધર્યોદિલ્હીમાં AQI સુધરવાનું મુખ્ય કારણ સારો વરસાદ છે. હકીકતમાં, દિલ્હીના હવામાન વિભાગ સફદરજંગ ઓબ્ઝર્વેટરીએ આ મહિને 19 દિવસનો સારો વરસાદ નોંધ્યો હતો, જે ઓછામાં ઓછા એક દાયકામાં સૌથી વધુ છે. જેના કારણે દિલ્હીનું સરેરાશ મહત્તમ તાપમાન 35.36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 2017 પછીનું સૌથી ઓછું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.