વડોદરા કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોમાંથી 24 નમૂના નાપાસ
- 19 નમૂના સબ સ્ટાન્ડર્ડ અને પાંચ નમૂના મિસ બ્રાન્ડેડ જાહેર થયાવડોદરા,તા.1 ઓગષ્ટ 2022,સોમવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર અને ડેઝીગ્નેટેડ ઓફિસર તેમજ અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો ને શહેરનાં જુદા-જુદા વિસ્તારો માંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ ઉનાળાની ખાસ ઝુંબેશ હાથ ધરવા સૂચના અપાઈ હતી. જે અંતર્ગત હોટલો, રેસ્ટોરન્ટ, ફુડ વિક્રેતા, રિટેલર, અને ઉત્પાદક યુનીટોમાંથી ખાધ પદાર્થોનાં શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવ્યા હતા .જેમાંથી 24 ખાદ્ય પદાર્થોના નમૂના નાપાસ થયા છે. આ નમૂનાઓમાં મેંગો મીલ્ક શેક, કેરીનો રસ, આઇસ્ક્રીમ, પનીર, ગાયનું દુધ, મરચુ પાઉડર, ખોયા, કુલ્ફી, પેકેજડ ડ્રિંકીગ વોટર વગેરે સમાવેશ થાય છે. આ નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા બાદ લેબોરેટરીનાં પૃથ્થકરણ રીપોર્ટ આધારે ૧૯-નમુના સબ સ્ટાન્ડર્ડ તેમજ ૫-નમુના મીસ બ્રાન્ડેડ જાહેર થયા છે. કુલ ૨૪-નમુના નાપાસ જાહેર થયેલ છે. નાપાસ જાહેર થયેલ નમુનાઓ માટે જે તે ફુડ વિક્રેતા અને ધંધાર્થીઓ સામે એડજ્યુકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર, વડોદરા ખાતે ફૂડ સેફટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.