વડોદરા: દબાણ હટાવ ઝુંબેશ, લારી ગલ્લાના વેપારીઓ અને દબાણ શાખા ની ટીમ વચ્ચે ઘર્ષણ
વડોદરા, તા. 01 ઓગસ્ટ 2022 સોમવારવડોદરા કોર્પોરેશનની દબાણ શાખા ટીમ દ્વારા દ્વારા સયાજી હોસ્પિટલની આસપાસ આવેલી લારી ગલ્લાના દબાણનો સફાયો બોલાવતા વેપારીઓ સાથે ચકમકના દ્રશ્યો સર્જાયા હતા.એક તરફ કેન્દ્ર સરકાર લારી ગલ્લા ધારકોને પગભર કરવા સ્વ નિધિ યોજના અમલમાં મૂકી રહી છે. તો બીજી તરફ વડોદરા કોર્પોરેશનમાં વહીવટી ચાર્જ ભરવા છતાં આડેધડ લારી જપ્ત કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. આજે સયાજી હોસ્પિટલના પાછળના ભાગે દબાણ શાખા ની ટીમ રાખવી હતી. અને બે ટ્રક જેટલો સામાન જપ્ત કરી નડતરરૂપ શેડ તથા લારી ગલ્લાના દબાણ દૂર કર્યા હતા. આ દરમિયાન વેપારી અને દબાણ શાખા ના કર્મચારીઓ વચ્ચે રકજકના દ્રશ્યો સર્જાયા હતા. એક તબક્કે લારી જપ્ત નહીં કરવા માટે મહિલા વેપારી લારી પર બેસી જઈ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. જોકે કોર્પોરેશન એ આખરે લારી જપ્તીની કાર્યવાહી પૂર્ણ કરી હતી. વેપારીઓનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં વ્યાજથી રૂપિયા લાવી ધંધો કરી રહ્યા છે. વહીવટી ચાર્જ ભરવા બાદ પણ કોર્પોરેશન કાર્યવાહી કરતા પડતા પર પાટુ સમાન ઘાટ સર્જાય છે. તંત્ર એ આ બાબતની ગંભીરતા સમજી રાહત આપવી જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.