મંદિર ની રક્ષા માટે ઘેલો 7 દિવસ સુધી માથા વગર લડ્યો જાણો ઘેલા સોમનાથની પૌરાણિક કથા
મંદિર ની રક્ષા માટે ઘેલો 7 દિવસ સુધી માથા વગર લડ્યો જાણો ઘેલા સોમનાથની પૌરાણિક કથા
રાજકોટ જિલ્લાના જસદણથી ૧૮ કિલોમીટર દૂર ઘેલા નદીના કિનારે આવેલા શ્રીઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે આજે આપણે અહીં વાત કરીશું. આ મંદિરનો ઇતિહાસ લગભગ 15મી સદી ૧૪૫૭માં વર્ષનો છે, જ્યારે શિવલિંગનું રક્ષણ કરતા ઘેલો વાણિયાને મારવામાં આવ્યો અને તેની યાદમાં આ મંદિરનું નામ ઘેલા સોમનાથ પડ્યું હતું.
એ સમયે પ્રભાસપાટમાં આવેલા સોમનાથ મંદિરને લૂંટવા માટે અને મંદિરને નષ્ટ કરવા માટે મહમદ ગઝની દ્વારા ઘણીવાર હુમલાઓ કરવામાં આવ્યા હતા. પરંતુ તે દરેક વખતે નિષ્ફળ જતો હતો. એ સમયે જૂનાગઢમાં કુંવર મહિપાલના દીકરી મીનળદેવી હતા. તે ભગવાન શિવમાં અપાર શ્રદ્ધા રાખતા હતા તેથી મુસ્લિમ રાજાઓથી શિવલિંગને બચાવવા માટે તેમણે શીવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને તેઓ ત્યાંજ શિવલિંગની પૂજા કરતા હતા.
વર્ષ ૧૪૫૭માં સોમનાથ પર આક્રમણ થયું હતું અને તેમને મીનળદેવીને સપનામાં આવીને કહ્યું હતું કે, શિવલિંગને પાલખીમાં લઇ જાવ. મહમદ જાફરને પણ જાણ થઇ કે, શિવલિંગ ભૂગર્ભમાં છે. આની જાણ થતા તરત જ તેને આક્રમણ કર્યું હતું. જેથી મીનળદેવી અને ઘેલો વાણિયો શિવની પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળ્યા હતા. તેઓ જયારે પાલખી લઈને દૂર પહોંચ્યા ત્યારે મહમદ જાફરને ખબર પડી કે, શિવલિંગ સોમનાથમાં નથી રહ્યું અને તેને પોતાનું સૈન્ય શિવજીની પાલખી પાછળ દોડાવ્યું હતું.
રસ્તામાં આવતા ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલીંગ બચાવવા માટે સૈન્ય સામે યુધ્ધે ચડ્યા. આમ સેન્ય શિવજીની પાલખી સોમનાથથી આશરે ૨૫૦ કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અને આ રીતે અહીં શિવલિંગની સ્થાપના થઇ હતી.
લેખન:- હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.