નોકરી કરતી કડવા પાટીદાર દિકરીઓને એકલા ન રહેવું પડે માટે સમાજે રાજકોટમાં રૂ. 5 કરોડના ખર્ચે હોસ્ટેલ ઉભી કરી
સૌરાષ્ટ્રની પ્રથમ 5 માળની વર્કિંગ વૂમન હોસ્ટેલમાં જીમ, લાઈબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ
નોકરી, રોજગારી માટે પરિવારથી દૂર રહેવા જતી કડવા પાટીદાર સમાજની દીકરીઓને હવે રાજકોટમાં ઘરઆંગણે એક પરિવાર જેવું જ વાતાવરણ મળી રહેશે. કડવા પાટીદાર સમાજની દીકરીઓ માટે રાજકોટમાં વર્કિંગ વૂમન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બધી દીકરીઓ એક જ છત નીચે રહી શકશે. હોસ્ટેલમાં લાઈબ્રેરી, જીમ સહિતની સુવિધા હશે. કુલ રૂ. 5 કરોડના ખર્ચે આખી હોસ્ટેલ તૈયાર થઇ છે. આ વર્કિંગ વૂમન હોસ્ટેલ સૌરાષ્ટ્રની પ્રથમ હોસ્ટેલ છે. નોકરી કરતી દીકરીઓ એકલી કેમ રહેશે તેવી ચિંતા વાલી અને માતા પિતાને સતાવતી હોય છે.
આ સમસ્યાનું સમાધાન સમાજના મોભીઓ લાવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.