દેશની રાજધાનીમાં દારુનો સેલ, લોકોની સસ્તો દારુ ખરીદવા દુકાનો પર ધક્કા મુક્કી - At This Time

દેશની રાજધાનીમાં દારુનો સેલ, લોકોની સસ્તો દારુ ખરીદવા દુકાનો પર ધક્કા મુક્કી


દિલ્હી સરકારે નવી એકસાઈઝ પોલિસી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જેના કારણે એક ઓગસ્ટથી માત્ર સરકારી દુકાનોમાં જ દારુ વેચાશે.
દિલ્હી સરકારે નિર્દેશ આપ્યો છે કે, સરકારી દારુની દુકાનોમાં ગેરકાયદેસર રીતે દારુનુ વેચાણ ના થાય.બીજી તરફ દારુની ખાનગી દુકાનો ધરાવનારા સંચાલકોએ હવે લાઈસન્સ રિન્યૂ નહીં થાય તેવી આશંકા વચ્ચે દારુની દુકાનોમાંથી સ્ટોક ખતમ કરવા માટે ભારે ડિસ્કાઉન્ટ આપવાનુ શરુ કર્યુ છે અને તેના કારણે પહેલી વખત દારુના સેલના પાટિયા જોવા મળી રહ્યા છે.
કેટલીક દુકાનોએ પોસ્ટર લગાડી દીધા છે કે, એક ઓગસ્ટથી દુકાન બંધ થઈ જશે.કેટલીક દુકાનોએ સ્ટોક ખાલી કરવા માટે એક પર એક ફ્રી જેવી સ્કીમ કાઢી છે.જેના પગલે દારુની દુકાનો પર દારુડિયાઓના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે અને લોકો સેલનો લાભ ઉઠાવીને ધક્કામુક્કી વચ્ચે દારુ ખરીદવાની હોડ લગાવી રહ્યા છે.
જુની નીતિ લાગુ કરવાના કારણે દારુ વેચવા માટેની 468 જેટલી ખાનગી દુકાનોના સંચાલકો ટેન્શનમાં આવી ગયા છે તો બીજી તરફ દુકાનો પર લોકો ધક્કા મુક્કી કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.