વડોદરા: બુટલેગરનો નવો નુસખો, જમીનમાં દારૂનો જથ્થો દાટીને રાખેલો ઝડપાયો
વડોદરા, તા. 31 જુલાઈ 2022 રવિવારવડોદરા શહેરના નંદેસરી પોલીસે નંદેસરી ગામમાં બાતમીના આધારે વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢ્યો હતો. મહત્વની વાત એ છે કે આ શરાબનો જથ્થો બુટલેગરે પોતાના ઘરમાં જમીનમાં દાટીને રાખ્યો હતો જે પોલીસે ચોર ખાનામાંથી બહાર કઢાવી કુલ 27,000 નો વિદેશી શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.રાજ્યભરમાં હાલ દંભી દારૂબંધી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે બોટાદમાં સર્જાયેલા ચકચારી લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરની પોલીસ સતર્ક થવા પામી છે. જ્યારે બુટલેગર અને પોલીસ વચ્ચેની હરીફાઈમાં કેટલીક વાર પોલીસની પણ જીત થતી હોય છે. શરાબનો વેપાર કરતા બુટલેગરો શરાબ સંતાડવા માટે અવનવી તરકીબો અજમાવે છે જ્યારે પોલીસને માત આપીને આવા બુટલેગરો બેફામ શરાબનો વેપલો કરે છે પરંતુ કેટલીક વાર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આવા બુટલેગરોની પોલ ખુલી જાય છે.વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં આવેલા નંદેસરી રૂપાપુરા ગામના વિનોદભાઈ ઉર્ફે રાવડી નટવરસિંહ ગોહિલ પોતાના ઘરમાં ચોરખાનું બનાવી વિદેશી શરાબનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડયો હતો. ઘરમાં એક ખૂણામાં ચોર ખાનું બનાવી અંદર 69 જેટલી પ્લાસ્ટિકની વિદેશી શરાબની બોટલો મૂકેલી મળી આવી હતી. પોલીસે વિદેશી શરાબના જથ્થા તેમજ એક મોબાઈલ ફોન મળી 37,600 નો મુદ્દા માલ કબજે કર્યો હતો જ્યારે બુટલેગર વિનોદ નટવરસિંહ ગોહિલ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.