વડોદરા: સુરસાગર તળાવના પાણીનું લેવલ નહીં જાળવતા બ્યુટીફીકેશન પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા પાણીમાં
વડોદરા, તા. 31 જુલાઈ 2022 રવિવારવડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવના બ્યુટીફિકેશન પાછળ રૂપિયા 45 કરોડના ખર્ચનું ભારે વરસાદને કારણે ધોવાણ થઈ ગયું છે ત્યારે સુરસાગરના પાણીનું લેવલ જળવાઈ રહે અને બ્યુટીફિકેશન ને નુકસાન થાય નહીં તે માટે વાલ્વ મુકવામાં આવ્યો હતો પરંતુ કોર્પોરેશનના તંત્ર દ્વારા સુરસાગરના પાણીનું લેવલ જાળવવામાં નહીં આવતા ફરી એકવાર લાખો રૂપિયાનું નુકસાન થયું છે.વડોદરા શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવને 45 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન કર્યા બાદ આ તળાવમાં સમયાંતરે જળચર જીવોના મોત થયા કરતા હતા અને હાલ સુરસાગર તળાવના બ્યુટીફિકેશન કરેલ રેલિંગો લગાવી હતી તે તમામ રેલિંગોમાં વરસાદ પડવાથી રેલિંગો અડધાથી ઉપરની ડૂબી ગઈ છે સાથે સુરસાગરમાં બગીચા બનાવવામાં આવેલા છે તે બગીચાના નીચેના ભાગોમાં પણ પાણી ભરાઈ ગયા છે એટલે બગીચા પણ નીચેના ભાગેથી ધોવાણ થઈ જશે અને જોવા જઈએ તો કોઈ પણ વસ્તુ હોય એને વારંવાર પાણી લાગે તો સડી જવાનો પૂરેપૂરો ખતરો હોય છે બીજી બાજુ વડોદરા કોર્પોરેશન બ્યુટીફિકેશન કર્યા બાદ સુરસાગરમાં પાણી ભરાઈ રહેતા હતા. ફાયર બ્રિગેડ બાજુ નવીન વાલ મુકેલ છે અને વાલનો ઉપયોગ કરીને સુસાગરના જે પણ પાણી છે તેનું લેવલિંગ કરવાનું હોય છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ફરજ બનાવનાર કર્મચારીઓ ધ્યાન નથી રાખતા હાલમાં રેલીગો પાણીમાં ડૂબી ગઈ છે અને બગીચાઓનું ધોવાણ થઈ ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલું જ નહીં સુરસાગર તળાવની ખુલ્લી જગ્યામાં કેબલોનો જથ્થો મૂકવામાં આવ્યો છે અને કચરાના ઢગલા પણ થઈ ગયા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ,ચેરમેન, અને કમિશનરનું આ બાબતે ધ્યાન દોરી સુરસાગરના પાણીનું લેવલિંગ કરવા સામાજીક કાર્યકરએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.