વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિ: સરકારી અને કોર્પોરેશનના ખુલ્લા મેદાનો, પ્લોટો મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્રો બન્યા - At This Time

વડોદરા કોર્પોરેશનની બેવડી નીતિ: સરકારી અને કોર્પોરેશનના ખુલ્લા મેદાનો, પ્લોટો મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્રો બન્યા


વડોદરા, તા. 31 જુલાઈ 2022 રવિવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણી ભરાયેલા રહેતા હોય તેવી જગ્યાઓનું ચેકિંગ કરીને જવાબદાર વેપારીઓ બિલ્ડરો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ વડોદરા કોર્પોરેશન અને સરકારી ખુલ્લી જમીનો અને ખુલ્લા મેદાનોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો છે જે મચ્છરોનો ઉત્પત્તિ કેન્દ્રો બની ગયા છે તેમ છતાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં તંત્ર ઉદાસીન રહ્યું છે જે સામે કોર્પોરેશનની બેવડી નીતિ અંગે લોકોમાં રોષ ફેલાયો છે.વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ થતો રહ્યો હતો તે દરમિયાન વડોદરામાં પ્રથમવાર માત્ર બે ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારથી આજ દિન સુધી જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાયેલા રહે છે ત્યાં કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં જવાબદાર બિલ્ડર હોય કે વેપારીઓ હોય તેઓ સામે નોટીસ આપીને દંડની વસૂલાતની કાર્યવાહી કરવામાં આવે છે તો બીજી તરફ વડોદરા શહેરના ખુલ્લા મેદાનો તેમજ સરકારી અને કોર્પોરેશન હસ્તકના ખુલ્લા પ્લોટોમાં પણ વરસાદી પાણી 15 દિવસથી ભરાયેલા રહ્યા છે પરંતુ કોર્પોરેશન દ્વારા આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે આ ખુલ્લા મેદાનો અને પ્લોટો મચ્છરોનું ઉત્પત્તિ કેન્દ્રો બની ગયા છે.આજવા રોડ, ખાતે જ્યાં પ્રધાનમંત્રી ની જાહેર સભા રાખવામાં આવી હતી તે લેપ્રસી ગ્રાઉન્ડ માં જ્યારે વડોદરા ખાતે પહેલા બે ઇંચ વરસાદમાં મેદાનમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી હજુ સુધી થઈ નથી. જે અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનને અનેકવાર ફરિયાદો કરી છે છતાં પણ આજે પંદર થી વીસ દિવસ પછી પણ પરિસ્થિતી જૈસે થે છે.સ્થાનિક રહીશોએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હાલ વડોદરા શહેરમાં મચ્છર જન્ય રોગચાળો વકર્યો છે. મચ્છરજન્ય રોગચાળાની ગંભીરતા ખબર હોવા છતાં પણ VMC નું જવાબદાર તંત્ર મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ નિકાલ કરવામાં તદ્દન નિષ્ક્રિય અને બેદરકાર છે.કોર્પોરેશનના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ખાનગી પ્લોટ, બિલ્ડિંગ સાઈટ પર આજે પાણી ભરાયેલા હોય તો દંડ વસૂલ કરે છે.. નોટીશ આપે છે... તો સરકારી કે કોર્પોરેશન હસ્તક ના મેદાન, ખુલ્લા પ્લોટ વિગેરે માટે કોણ જવાબદાર ?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.