વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કર્મચારીઓના હિત વિરૂદ્ધની અરજી પરત લેવા માગ: આંદોલનની ચીમકી - At This Time

વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કર્મચારીઓના હિત વિરૂદ્ધની અરજી પરત લેવા માગ: આંદોલનની ચીમકી


વડોદરા, તા. 31 જુલાઈ 2022 રવિવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સમાધાન અધિકારી અને મદદનીશ શ્રમ આયોગની કચેરી નર્મદા ભવનમાં ચાર્ટર ઓફ ડિમાન્ડ માં અરજી કરવામાં આવેલી છે.રોજિંદારી કર્મચારીઓને કાયમી ન કરવા પડે તે પ્રમાણેની આરજી ના અનુસંધાનમાં વડોદરા શહેર સફાઈ કામદાર સંઘ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળી અરજી પરત લેવાની માંગ કરી હતી અને જો આવનાર દિવસમાં આ અરજી પરત લેવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી.હાલમાં વડોદરા મહાનગરપાલિકામાં આશરે કુલ 1338 જેટલા રોજિંદારી સફાઈ કામદારો પોતાની ફરજો બજાવે છે તેમજ કાયમી સફાઈ કામદારો 2814 જેટલા છે કાયમી સફાઈ કામદારો નિવૃત્તિ કે અવસાન પામે તો તેમના વારસદારોને વારસાઈ નોકરી આપવાની પ્રથા અમલમાં હોય અને ભવિષ્યમાં આ કાયમી સફાઈ કામદારોને નિવૃત્ત થાય તો તેઓના વારસદારોને રોજિંદારીમાં નોકરી આપવામાં આવે છે. આ તમામ સફાઈ કામદારોને કાયમ ન કરવા પડે તે માટે પોતાને મન ફાવે તે રીતે મનસ્વી રીતે નામદાર કોર્ટમાં બનાવેલ કાયદાના વિરુદ્ધમાં જઈ આ અરજી કરેલ છે જેથી આ અરજી પરત લેવામાં આવે તેવી માગ વડોદરા શહેર સફાઈ કામદાર સંઘ દ્વારા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.