વડોદરા: શિક્ષણ સમિતિમાં સ્કૂલબેગ ખરીદીના કૌભાંડ બાદ નોટબુક ખરીદીમાં નિયમ વિરુદ્ધ માનીતા વેપારીને ટેન્ડર પધરાવી દેવાની પેરવી
વડોદરા, તા. 31 જુલાઈ 2022 રવિવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવ ના કાર્યક્રમ માટે સ્કૂલબેગ તેમજ કીટ વધુ ભાવ આપી હલકી કક્ષાની ખરીદી કરવામાં આવી હોવા અંગે નો વિવાદ સર્જાયા બાદ બાળકો માટે રૂ. 55 લાખના ખર્ચે નોટબુકનો જથ્થો ખરીદવામાં પણ માનીતા કોન્ટ્રાક્ટરને નિયમો વિરુદ્ધ જઈ કોન્ટ્રાક્ટ પધરાવી દઈ ભ્રષ્ટાચાર આચરવાની પેરવી થઈ રહી હોવાની વિગતો બહાર આવતા અધ્યક્ષની મન માની સામે સભ્યોએ હોબાળો મચાવ્યો છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિ ના બાળકો ના બહાને થતી કરોડો રૂપિયાની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે વધુ એક વાર બાળકોની નોટબુક ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર કરી માનીતા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ પધરાવી દેવાની પેરવી ચાલી રહી છે જે અંગે કેટલાક સભ્યોએ વિરોધ પણ નોંધાવ્યો છે છતાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનમાંની ચલાવી રહ્યા છે.શિક્ષણ સમિતિમાં પ્રવેશોત્સવ દરમિયાન સ્કૂલબેગ અને કીટ હલકી કક્ષાની હોવા અંગે મહેસુલ મંત્રીએ પણ ટીકા કરી હતી જેને કારણે બાળકોને હલકી કક્ષાની સ્કૂલ બેગ આપવા પર બ્રેક મારવામાં આવી છે અને નવેસરથી સારી ગુણવત્તાવાળી બેગ ખરીદવાનું નક્કી કર્યું છે.પ્રવેશોત્સવ કાર્યક્રમ બાદ હવે બાળકો માટે નોટબુકનો જથ્થો રૂ. 55 લાખના ખર્ચે ખરીદવાનું નક્કી થયું છે જેમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતા સાત વેપારીએ ટેન્ડર ભર્યા હતા જેમાં ત્રણ વેપારીના ટેન્ડર રિજેક્ટ કરવામાં આવ્યા હતા અને ચાર વેપારી ના નક્કી થયેલા ભાવ ના ટેન્ડર મંજૂરી માટે શિક્ષણ સમિતિની ખરીદી માટેની ઉપ સમિતિ માં રજૂ કરવામાં આવ્યા હતા આ નોટબુક ખરીદી ના ટેન્ડરમાં ગોધરાના આદ્યશક્તિ સેલ્સ કોર્નર નામના વેપારીએ પોતાના લેટરપેડ ઉપર વર્ષ 2020 સપ્ટેમ્બર બે વર્ષનું ટર્નઓવર કર્યું હોવાનું જણાવ્યું છે જ્યારે ટેન્ડરના નિયમ પ્રમાણે ત્રણ વર્ષથી વધુનું ટર્ન ઓવર હોવું જોઈએ તેને બદલે આ વેપારીને ટેન્ડર પધરાવી દેવા ની પેરવી થઈ રહી હતી જેને ઉપ સમિતિના કેટલાક સભ્ય એ વિરોધ કર્યો હતો તેમ છતાં આ વેપારીને જ ટેન્ડર આપવામાં આવશે તેવી આપખુદશાહી અને મનમાની અધ્યક્ષ દ્વારા કરવામાં આવી રહી છે જેથી શિક્ષણ સમિતિના સભ્યોમાં રોષ વ્યાપ્યો છે.નોટબુક ના ટેન્ડર મંજૂર કરાવવા મહિલા સભ્ય ને ચેરમેનનો ઉદ્ધત જવાબશિક્ષણ સમિતિમાં બાળકો માટે નોટબુક ખરીદી ની ટેન્ડર પ્રક્રિયા માં નિયમો વિરુદ્ધ જઈ ગોધરાના વેપારીને કોન્ટ્રાક્ટ પધરાવી દેવા અંગે ની અધ્યક્ષ દ્વારા પેરવી કરવામાં આવી રહી છે જે અંગે ઉપ સમિતિના મહિલા સભ્ય એ વિરોધ કરતા ચેરમેને તેઓને ઉદ્ધત જવાબ આપ્યો હતો કે ,હું ચેરમેન છું બધું જ મારા પાવરમાં છે અને ટેન્ડર તમારે મંજૂર કરવું જ પડશે આ સામે મહિલા સભ્ય એ સ્પષ્ટ જણાવ્યું કે ટેન્ડરમાં ત્રણ વર્ષનો ટર્ન ઓવર નો ક્રાઈટેરિયા હોય તો આ વેપારી નું ટેન્ડર મંજૂર થઈ શકે નહીં કારણકે આ વેપારીએ તો બે વર્ષ અગાઉ જ વેપાર શરૂ કર્યો છે.આંગણવાડીની ઉપ સમિતિમાંથી ચેરમેન દ્વારા બે સભ્યોની હકાલ પટ્ટી કરતા હોબાળોશિક્ષણ સમિતિમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ ઉપ સમિતિ ની રચના કરવામાં આવતી હોય છે જેમાં શિક્ષણ સમિતિમાં નિયુક્ત સભ્યોની નિમણૂક થતી હોય છે તાજેતરમાં શિક્ષણ સમિતિની આંગણવાડીઓ માટેની ઉપ સમિતિની રચના કર્યા બાદ તેમાં સંસદ સભ્ય ની 40 લાખ અને શિક્ષણ સમિતિની 30 લાખ મળી રૂપિયા 70 લાખની ગ્રાન્ટમાંથી નવીન બાલવાડી બનાવવાની હતી જેના રીટાબેન માંજરાવાલા અને વિજય પટેલ જાણકાર સભ્ય હતા જે બાબત અધ્યક્ષને પસંદ પડી નહીં તેથી તેઓએ મનસ્વી રીતે બંને સભ્યોની હકાલ પટ્ટી કરી દીધી અને તેમના સ્થાને રણજિત રાજપુત અને કેયુર ઉપાધ્યાયની નિમણૂક કરી હતી જેથી શિક્ષણ સમિતિના સભ્યોમાં અધ્યક્ષના મનસ્વી નિર્ણય સામે હોબાળો કર્યો હતો આખરે અધ્યક્ષ એ કરેલો મનસ્વી નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી હતી અને રીટાબેન અને વિજય પટેલને આંગણવાડીની ઉપ સમિતિના સભ્ય તરીકે ચાલુ ચાલુ રાખ્યા હતા.ગણવેશ અને બુટ મોજા ની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર આચરવાની પેરવી ખુલ્લી પડી હતીશિક્ષણ સમિતિમાં બાળકો ની સુવિધા માટે યુનિફોર્મ અને બુટ મોજા ની ખરીદી પાછળ રૂપિયા બે કરોડનો ખર્ચ કરવાનું નક્કી થયું હતું જેમાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. યુનિફોર્મ અને બુટ મોજાની ટેન્ડર પ્રક્રિયામાં હાલોલ ના એક વેપારીએ ભાગ લીધો હતો અને તેને ટેન્ડર પધરાવી દેવાનું નક્કી પણ થઈ ગયું હતું ત્યારે આ કામ ઉપ સમિતિમાં આવતા સમિતિના જાગૃત સભ્ય ને જાણકારી મળી હતી કે હાલોલના વેપારીએ વડોદરા ની કિશનવાડી વિસ્તારમાં એક મહિના અગાઉ જ ઓફિસ ભાડે રાખી હતી તે અંગે જાગૃત સભ્ય અને શિક્ષણ સમિતિના ઉચ્ચ અધિકારીએ સ્થળ પર જઈને તપાસ કરતા હકીકત સાચી જણાઈ આવી હતી જેથી ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.