જામનગરમાં શ્રાવણના માસના પ્રારંભ સાથે જ જુગારીયા તત્વો ઘેલમાં: પોલીસની લાલ આંખ, નવ સ્થળે દરોડા - At This Time

જામનગરમાં શ્રાવણના માસના પ્રારંભ સાથે જ જુગારીયા તત્વો ઘેલમાં: પોલીસની લાલ આંખ, નવ સ્થળે દરોડા


જામનગર, તા. 31 જુલાઈ 2022 રવિવાર જામનગર જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભની સાથે જુગારીયા તત્વો જુગારની રંગત માં જોડાઈ ગયા છે પરંતુ તેની સામે પોલીસ તંત્ર પણ વધુ સતર્ક બની ગયું છે, અને ગઈકાલે એક જ દિવસમાં જુદા જુદા નવ સ્થળે જુગાર અંગે દરોડા પાડ્યા હતા, જેમાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં શહેરના એક ફ્લેટમાં ચાલી રહેલું મહિલા સંચાલિત જુગાર ધામ પણ પકડી લેવાયું છે.જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ માસના પ્રારંભની સાથે સાથે કેટલાક જુગારીયા તત્વો જુગાર નો પાટલો માંડીને ગંજીપાનાના જુગારના રવાડે ચડી ગયા છે, પરંતુ પોલીસ તંત્ર તેની સામે કમર કસી રહયું છે. જેમાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા ગઈકાલે એક મહિલા સંચાલિત જુગાર ધામને પકડી લેવાયું છે.જામનગરના શરૂ સેક્શન રોડ પર કોનીક ટાવરમાં રહેતી શાઇનાબેન સલીમભાઈ કુરેશી નામની મહિલા પોતાના ફ્લેટમાં બહારથી સ્ત્રી પુરુષોને જુગાર રમવા માટે બોલાવીને જુગારનો અખાડો ચલાવી રહી છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સાઈનાબેન કુરેશી ઉપરાંત સુમૈયા બેન વસીમભાઈ નામની ધોરાજીની એક મહિલા તથા જામનગર ના ચાર પુરુષો દિપેશ પ્રાગજીભાઈ મંગે, મુસ્તાક સલીમભાઈ રફાઈ, અકબર અબ્બાસભાઈ ખફી,અને ગુલામ હુસેન ખફી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી 62,350 ની માલ મત્તા કબજે કરી લીધી છે.જામનગર તાલુકાના મસીતીયા ગામમાંથી જાહેરમાં ગંજીપાના નો જુગાર રમી રહેલા પ્રકાશગીરી મનસુખગીરી ગોસ્વામી સહિત પાંચ પત્તાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી છે. તે જ રીતે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાંથી ચાર શખ્સોને ગંજી પાનાનો જુગાર રમતાં પોલીસે ઝડપી લીધા છે.જામનગરના ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાંથી ગંજીપાના નો જુગાર રમી રહેલા ચાર શખ્સો પકડાયા છે. જામજોધપુરના બુટાવદર ગામની સીમમાંથી 6 શખ્સોને જુગાર રમતાં પોલીસે પકડી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણ ભાગી છૂટ્યા છે. વિજરખી ગામમાં 7 શખ્સો જુગાર રમતા પોલીસના હાથે પકડાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.