જામનગરના રાજગોર ફળી વિસ્તારમાં રહેતા પૂર્વ નગર સેવિકાના પુત્ર એ પોત પ્રકાશ્યું
જામનગર, તા. 31 જુલાઈ 2022 રવિવારજામનગરમાં રાજગોર ફળી વિસ્તારમાં રહેતા એક પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્રએ પ્રકાશયું છે, અને ઘરમાં લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં માતા-પિતાને જ છરી બતાવીને પતાવી દેવાની ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજગોર ફળી શેરી નંબર - 2 માં પંજાબ નેશનલ બેંકવાળી ગલીમાં રહેતા પૂર્વ મહિલા કોર્પોરેટર નયનાબેન કલ્યાણી કે જેમના પતિ ભરતભાઈ મોહનભાઈ કલ્યાણી દ્વારા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર સામે છરી ની અણીએ પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ભરતભાઈ અને પૂર્વ કોર્પોરેટર નયનાબેન ના પુત્ર જીગર કલ્યાણી કે જે અવારનવાર ઘરમાં ઝઘડા કરતો રહે છે, અને ગઈકાલે ઘરમાં જરૂરિયાત સિવાયની લાઈટો બંધ કરવાના મામલે પોતાના માતા પિતા સાથે ભારે જીભાજોડી કરી હતી, અને બંનેને છરીની અણીએ પતાવી દેવાની ધમકી પણ આપી હતી.આખરે માતા-પિતા દ્વારા સમગ્ર મામલો સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો. પોલીસે પિતા ભરતભાઈ ની ફરિયાદ ના આધારે પુત્ર જીગર સામે ગુનો નોંધી વધુ તપાસ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.