જામનગર નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયેલા પાંચ માછીમારો સામે ગુનો દાખલ કરાયો - At This Time

જામનગર નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયેલા પાંચ માછીમારો સામે ગુનો દાખલ કરાયો


- ચાલુ ચોમાસાની સિઝનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં પાંચેય માછીમારોએ જાહેરનામાનો ભંગ કર્યો જામનગર,તા.30 જુલાઈ 2022,શનિવારજામનગરના બેડી બંદર નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયેલા પાંચ માછીમારો સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં ચોમાસાની સિઝનમાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો ભંગ કરી માછીમારી કરવા ગયા હોવાથી પાંચેય સામે ફરિયાદ દાખલ કરાઇ છે. જામનગરના બેડી બંદરના દરિયામાં તેમજ અને આસપાસના દરિયા વિસ્તારમાં ચોમાસાની સિઝનના કારણે માછીમારી કરવા પર પ્રતિબંધ છે, અને મત્સ્ય ઉદ્યોગ વિભાગ તેમજ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા માછીમારી નહીં કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, અને તમામ માછીમારોને દરિયામાં પોતાની બોટોને લાંગરી દેવા સૂચના અપાઈ હતી. તેમ છતાં કેટલાક માછીમારો દરિયામાં ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તપાસ હાથ ધરતાં સલાયાનો આમદ આલી સંઘર, ખંભાળિયાનો હુસેન હારૂનભાઇ સંઘાર, ઉપરાંત સલાયાનો જાવેદ હારૂન  અબ્બાસ હાસમ તેમજ મામદ જુનસ બેલાઈ, કે જેઓ દરિયામાં માછીમારી કરવા ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેથી પાંચેય સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.