જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર વસઇ ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માત, પત્નીનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ - At This Time

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર વસઇ ગામ પાસે કાર અને બાઈક વચ્ચેના અકસ્માત, પત્નીનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ


- બેડ ગામના બાઈક ચાલક શિક્ષકની પત્નીનું ગંભીર ઇજા થવાથી કરૂણ મૃત્યુ: પતિ અને પુત્રને ઇજાજામનગર,તા.30 જુલાઈ 2022,શનિવાર જામનગર તા ૩૦, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ ગામની ગોળાઇ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક અજ્ઞાત કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં એક શિક્ષક દંપતી ઘાયલ થયું હતું. જેમાં શિક્ષકની પત્નીનું ગંભીર ઇજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ કટેશીયા (ઉ.વ.૩૮), કે જે ઓ તારીખ ૯.૬.૨૦૨૨ ના બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાનું મોટરસાયકલ લઈને પાછળ પત્ની પ્રફુલાબેન (૩૮) તથા પુત્ર જય (૬ વર્ષ)ને બેસાડીને બેડગામ થી જામનગર તરફ જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વસઈ ગામની ગોળાઈ પાસે સામેથી પૂરપાટ વેગે આવી રહેલી અજ્ઞાત કારના ચાલકે બાઇકને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં શિક્ષક દંપત્તિ અને તેના બાળકને નાની મોટી ઈજા થઈ હતી, અને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલા હતા. જ્યાં ઇશ્વરભાઇના પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જયારે ઈશ્વરભાઈ તથા તેના પુત્રને પણ સારવાર અપાઇ હતી. આ અકસ્માતના બનાવવા અંગે મૃતકના પતિ ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ કટેશીયાએ અજાણ્યા કાર ચાલક સામે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.