વડોદરા: રિલાયન્સ ટાઉનશિપમાં એન્જિનિયરના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: 1.53 લાખની ચોરી
વડોદરા,તા.30 જુલાઈ 2022,શનિવારરિલાયન્સ ટાઉનશિપમાં ત્રાટકેલા તસ્કરો એન્જિનિયરના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડા સહિત કુલ 1.53 લાખની મત્તા ચોરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. આ અંગેની વિગત એવી છે કે, વૃંદ પીયુષકુમાર શાહ ( રહે - રિલાયન્સ ટાઉનશીપ ,વડોદરા) રિલાયન્સ કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. 26 જુલાઈના રોજ તેઓ મકાનને તાળું મારી નડિયાદ ખાતે વતન પહોંચ્યા હતા. 27 જુલાઈના રોજ પરત આવતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. અને ઘરમાં સામાન વેરવિખેર નજરે ચડ્યો હતો. તપાસ કરતા અજાણ્યા તસ્કરો બેડરૂમના કબાટમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેન ,સોનાની વીંટી, બ્રાન્ડેડ ઘડિયાળ , ભગવાનની ચાંદીની પૂજા સામગ્રી , રોકડા 10 હજાર સહિત 1.53 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે જવાહર નગર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.